________________
(૧૬) ચર્ચા ઘણા જ વિસ્તારથી લખી છે. આટલો બધો વિસ્તાર બીજે ક્યાંય જોવા મળતો નથી. સામાન્ય લોકોના બોધ માટે બને ગુરુજીએ વધારે વિસ્તાર કર્યો હોય એવી કલ્પના કરીએ તો તે કંઈ અનુચિત ન ગણાય.
આવા પ્રકારના અતીન્દ્રિય પદાર્થોનું પ્રત્યક્ષજ્ઞાન તો સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્માને જ હોય છે. તેથી જ દર્શનશાસ્ત્રીઓમાં (સર્વજ્ઞતા અને સર્વદર્શિતા નહીં હોવાથી) અનેક જાતની જુદી જુદી વિચારસરણીઓ પ્રવર્તે છે. જેની દૃષ્ટિ જે બાજુ ઢળી હોય તે બાજુના આગ્રહની પક્કડના કારણે વાદવિવાદ થાય છે. તેથી જ વેદાન્તદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન અને મીમાંસક દર્શન આદિ દર્શનશાસ્ત્રીઓ પરસ્પર વૈરાયમાણ વૃત્તિવાળા જ હોય છે. સામસામા લઢવાના જ સ્વભાવવાળા હોય છે. જૈનદર્શન જ સાપેક્ષ દૃષ્ટિવાળું હોવાથી દરેક વિચારસરણીઓનો ભિન્ન ભિન્ન નયની અપેક્ષાએ સમન્વય કરનાર હોવાથી સમ્યગ્દષ્ટિ છે અને ક્લેશમુક્ત તથા યથાર્થદર્શન છે. ઉપકારીઓના ઉપકારની સ્મૃતિ :
શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા તથા તે પાઠશાળામાં અમને આ ગ્રંથ ભણાવનાર પૂજ્ય પુખરાજજી સાહેબ. આ બન્નેનો અમારા ઉપર ઘણો ઉપકાર છે કે જેઓએ આવા ગહન ગ્રંથોનું અમને જ્ઞાન આપીને જૈનશાસ્ત્રોના અભ્યાસી, અભ્યાસરસિક અને ઉત્તમ એવા મૂલ સંસ્કારો આપ્યા. આ સંસ્થાનો તથા પુખરાજજી સાહેબનો ઉપકાર કદાપિ ભૂલાય તેમ નથી.
રાલે નોર્થ કેરોલીના (અમેરિકા)માં રહેલા શ્રી પ્રવિણભાઈ કે. શાહ કે જેઓ સ્વાધ્યાય અને સત્સંગ માટે મને અમેરિકા લઈ ગયા તો જ આવા પ્રકારના અનુવાદ લખી શકાયા છે. કારણ કે ત્યાં જ દિવસે મળતા સમયમાં શાન્ત ચિત્તે, ઘર વગેરેની ઉપાધિથી રહિતપણે સારું લખી શકાયું છે તેથી તે પ્રવિણભાઈનો પણ આ તકે ઘણો જ આભાર માનું છું.
તથા પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.નો બહુ જ ઉપકાર માનું છું કે જેઓશ્રીએ બહુ જ ટુંકાગાળાના સમયમાં સાધિક આઠ ગણધરવાદ તપાસી આપ્યા છે. તથા હૃદયથી મારા ઉપરની બહુ જ લાગણી રાખીને યોગ્ય સૂચનાઓ પણ કરીને ગ્રંથના અનુવાદને શોભાસ્થાને પહોંચાડ્યો છે.
પંડિતવર્ય શ્રી રતિલાલ ચીમનલાલ દોશી કે જેઓ હાલ વિશિષ્ટ પંડિતોની કક્ષાના છે. સુંદર અભ્યાસી છે તેઓએ પણ આ પુસ્તક મારું પોતાનું જ છે. એમ માનીને આ સર્વે મુફો બે-ત્રણ વાર આદિથી અંત સુધી તપાસી આપ્યાં છે. પ્રેસદોષની ભૂલો સુધારવા