________________
(૧૭) સાથે ઘણી ઘણી જગ્યાએ અર્થની વધુ સ્પષ્ટતા માટે તથા ક્યાંય અર્થાન્તર થઈ જતો હોય તો ત્યાં મૂલગ્રંથને અનુસરતો અર્થ કરવા સૂચનાઓ પણ કરી છે. તેથી આ ગ્રંથ સુંદરતાને પામ્યો છે. તેઓનો પણ ઉપકાર કેમ વીસરાય ?
તથા શ્રી નવા ડીસા જૈન જે. મૂર્તિપૂજક સંઘ અંતર્ગત શ્રી નેમિનાથનગરની શ્રાવિકા બહેનોનો પણ આ સમયે ઘણો જ આભાર માનું છું કે જેઓએ અતિશય જ્ઞાનરુચિના કારણે આવા પ્રકારના જૈનદર્શનના પ્રભાવક અને દાર્શનિક ગ્રંથની મહામુલી કિંમત આંકીને ૭૦૦ કોપીના તમામ ખર્ચનો સહયોગ આપીને પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા જ્ઞાનભંડારોને ભેટ આપવા રૂપે અમારા ટ્રસ્ટને આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તે સંઘનો, સંઘની અંતર્ગત શ્રી નેમિનાથનગરની શ્રાવિકા બહેનોનો તથા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દલસુખભાઈ શેઠનો આ અવસરે આભાર માનું છું કે જેઓએ મારા ઉપરનો આ વિષયનો આર્થિક બોજો દૂર કરીને મને ઘણો જ નિશ્ચિત કર્યો છે.
છેલ્લે શ્રી ભરત ગ્રાફિક્સના માલિક શ્રી ભરતભાઈ તથા મહેન્દ્રભાઈ અને તેમના તમામ સ્ટાફનો પણ આભાર માનું છું કે જેઓએ આવા મહાન ગ્રંથનું ટાઈપરાઈટીંગનું, છાપકામનું તથા બાઈન્ડીંગનું કામકાજ ખંતથી, દીલ આપીને, સારી ભાવનાથી પૂર્ણ કર્યું છે. તે બદલ તેઓનો આભાર માનું છું.
આ લખાણ કરતી વેળાએ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય મૂલ, શ્રી મલધારી હેમચંદ્રાચાર્યજી મ. શ્રી કૃત સંસ્કૃત ટીકા, ગુજરાતીમાં પ્રકાશિત થયેલા બન્ને ભાગો, પંડિતજી શ્રી દલસુખભાઈ માલવણીયાજી કૃત ગણધરવાદનો સંક્ષિપ્ત ગુજરાતી અનુવાદ ઈત્યાદિ ગ્રંથોનો સહારો લીધો છે. આ ગ્રંથકર્તાઓનો તથા તે તે ગુજરાતી અનુવાદકારોનો પણ ઘણો ઘણો આભાર માનું છું.
ઉપરોક્ત ગ્રંથોને સામે રાખીને આ અનુવાદ તૈયાર કરેલ છે છતાં હું છવસ્થ છું, પ્રમાદી પણ છું, ઉપયોગશૂન્યતાનો પણ સંભવ છે. તેથી જે કંઈ મારી ક્ષતિ રહી ગઈ હોય તે હે ઉત્તમ પુરુષો ! તમે મારા ઉપર કરૂણા કરીને સુધારીને વાંચજો અને મને તે ક્ષતિ વેલાસર જણાવવા કૃપા કરશો કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો કરી શકાય. ક્ષતિ બતાવવા બદલ હું આપશ્રીનો બહુ ઉપકાર માનીશ. એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્લેક્ષ,
એજ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ,
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા સુરત-૩૯૫૦૦૯, ગુજરાત, ઈન્ડિયા. ફોન : ૦૨૬૧-૨૭૬૩૦૭૦, મો : ૯૮૯૮૩૩૦૮૩૫