________________
૨૧૪
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
જે જ્ઞાન થાય તે મન:પર્યવજ્ઞાન અને સર્વ દ્રવ્યોનું, સર્વ ક્ષેત્રનું, સર્વકાલનું અને સર્વ પર્યાયનું જે જ્ઞાન થાય તે કેવલજ્ઞાન. જ્ઞાનના પાંચ પ્રકારો હોવાથી તેના ઉપરનાં આવરણીયકર્મ પણ પાંચ પ્રકારનાં છે.
મતિજ્ઞાન ઉપરનું આવરણ કરનારું જે કર્મ તે મતિજ્ઞાનાવરણ. તેનો ક્ષયોપશમ જીવે જીવે હીનાધિકપણે ભિન્ન ભિન્ન હોય છે. ક્ષયોપશમની વિચિત્રતાથી પ્રત્યેક જીવોમાં મતિજ્ઞાન પણ હીનાધિકપણે અનેક પ્રકારનું હોય છે. એકલું મતિજ્ઞાન જ અનેક ભેદોવાળું હોય છે એમ નહીં પણ મતિ-શ્રુત-અવધિ અને મનઃપર્યવ આ ચારે જ્ઞાનો ક્ષાયોપમિક
ભાવવાળાં છે. ક્ષયોપશમ એટલે કે ઉદિત કર્મોને મંદરસવાળાં કરીને ભોગવીને ક્ષય કરવાં અને અનુદિત કર્મો કે જે કર્મો ઉદીરણા આદિથી ઉદયમાં આવી શકે તેમ છે. તેને ઉપશમાવવાં તેને ક્ષયોપશમ કહેવાય છે. આ ક્ષયોપશમ જીવે જીવે હીનાધિકપણે ચિત્રવિચિત્ર હોય છે. તેથી પ્રગટ થયેલાં મતિજ્ઞાન આદિ જ્ઞાનો પણ ચિત્ર-વિચિત્ર હોય છે. અર્થાત્ જીવે જીવે હીનાધિકપણે હોય છે.
કેવલજ્ઞાન ક્ષાયિકભાવનું છે. સર્વથા કેવલજ્ઞાનાવરણના ક્ષયથી જ પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાન એક છે, સંપૂર્ણ છે. તેથી જ ભેદ-પ્રભેદ વિનાનું છે. અર્થાત્ અવિકલ્પક છે અને અનંતકાલ રહેનાર હોવાથી તથા અનંતા વિષયોને જાણનાર હોવાથી અનંત પણ છે. કર્મરહિત હોવાથી શુદ્ધ પણ છે. આવું પાંચ પ્રકારનું જ્ઞાન એ જીવનો ગુણ છે. તે જ્ઞાનગુણ પર્યાયથી પલટાતો હોવાથી ઉત્પાદ-વ્યયવાળો છે અને દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યની સાથે સદા
સ્થિર હોવાથી પરંપરાએ ધ્રુવ-નિત્ય છે. આ રીતે આ જ્ઞાનગુણ અને તેનો ગુણી એવો જીવ આ બન્ને ઉત્પાદ-વ્યય અને ધ્રુવધર્મવાળા છે. II૧૬૮૦
-
આ જ વાત વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે - निच्चो संताणो सिं, सव्वावरणपरिसंखये जं च । केवलमुदियं केवलभावेणाणंतमविगप्पं ॥ १६८१॥
(नित्यः सन्तान एषां, सर्वावरणपरिसङ्क्षये यच्च । केवलमुदितं केवलभावेनानन्तमविकल्पम् ॥ )
ગાથાર્થ - - આ મતિજ્ઞાનાદિના ભેદોની પરંપરા જીવમાં અનાદિની છે અને સર્વાવરણનો ક્ષય થયે છતે જે કેવલજ્ઞાન કહેલું છે તે અનંત અને અવિકલ્પરૂપ (ભેદ વિનાનું) હોય છે. ૧૬૮૧॥