________________
૨૧૩
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ છે. સ્થિતિ, સંભૂતિ અને શ્રુતિ આ ધર્મયુક્ત એવો વિજ્ઞાનમય આ આત્મા છે. સ્થિતિ એટલે ધ્રુવતા, સંભૂતિ એટલે ઉત્પત્તિ અને સ્મૃતિ એટલે વિનાશ. આ ત્રણ ધર્મવાળું જે વિજ્ઞાન છે તેવા વિજ્ઞાનમય આત્મદ્રવ્ય છે. દ્રવ્યસ્વરૂપે સદા હોવાથી કથંચિ ધ્રુવ છે. ઉત્તર પર્યાયસ્વરૂપે ઉત્પત્તિ પામતું હોવાથી કથંચિ ઉત્પાદવાળું છે અને પૂર્વ પર્યાયસ્વરૂપે વિનાશ પામતું હોવાથી કથંચિત્ વ્યયધર્મવાળું પણ તે વિજ્ઞાન છે. આ રીતે ત્રિપદીમય જે વિજ્ઞાન છે તે સ્વરૂપવાળો આ આત્મા છે. આમ માનવામાં અન્વય પણ છે જેથી સ્મરણાદિના વ્યવહારો સારી રીતે સંભવે છે અને ઉત્પાદ-વ્યય પણ છે. જેથી વિજ્ઞાન ભિન્ન ભિન્ન વિષયવાળું પણ બને છે. તેથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ આ ત્રણ ધર્મોથી યુક્ત, શરીરથી ભિન્ન અને શરીરની અંદર જ રહેલો એવો અમારો માનેલો આ આત્મા છે. આવું અમારું કહેવું છે. આ વાત સમસ્ત વ્યવહારોની સિદ્ધિ માટે નિર્દોષ છે, આમ તમે સ્વીકારો. ત્રિપદીમય વિજ્ઞાન અને ત્રિપદીમય આત્મા સ્વીકારવામાં કોઈ દોષ આવતો નથી. ll૧૬૦૮૧૬૭૯ી.
આવા પ્રકારના આત્માને કેવા પ્રકારનાં જ્ઞાનો વર્તે છે અને તે જ્ઞાનો કયા કારણોથી થાય છે ? તે હવે સમજાવે છે -
तस्स विचित्तावरणक्खओवसमजाइं चित्तरूवाइं । खणियाणि य कालंतरवित्तीणि य मइविहाणाई ॥१६८०॥ (तस्य विचित्रावरणक्षयोपशमजानि चित्ररूपाणि ।
क्षणिकानि च कालान्तरवृत्तीनि च मतिविधानानि ॥)
ગાથાર્થ - તે આત્માને ચિત્રવિચિત્ર એવા આવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલા, ચિત્રવિચિત્ર છે સ્વરૂપ જેનાં એવા, પર્યાયથી ક્ષણિક એવાં અને દ્રવ્યથી કાલાન્તર સ્થાયી એવાં મતિ (આદિ ચાર) જ્ઞાનોના અનેક ભેદો હોય છે. /૧૬૮oll
વિવેચન - આત્મા પોતે સ્વયં ચેતનાગુણવાળો છે. ચેતના એટલે જ્ઞાન. જેમ ગળપણ એ સાકરનો સ્વાભાવિક ગુણ છે, કડવાશ એ લીમડાનો સ્વાભાવિક ગુણ છે તેમ ચેતના = જ્ઞાન એ આત્માનો ગુણ છે. પ્રત્યેક આત્મામાં અપરિમિત અનંત જ્ઞાનગુણ વર્તે છે. તે જ્ઞાનગુણ ઉપર પૂર્વકાલમાં બાંધેલ જ્ઞાનાવરણીયકર્મનાં આવરણ ઉદયમાં વર્તે છે. તેથી તે જ્ઞાનગુણ ઢંકાયેલો છે. આ જ્ઞાનગુણના પાંચ ભેદ છે. ઈન્દ્રિયો અને મનની સહાયથી જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન, શાસ્ત્ર અને ગુરુગમના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, રૂપીદ્રવ્યોનું જે સાક્ષાત્ જ્ઞાન થાય તે અવધિજ્ઞાન, બીજા જીવોના મનના ભાવોનું