________________
૩૨૪ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ (૫) આવી જ રીતે કુષ્માણ્ડી અને બીજપૂરક નામની કેટલીક વનસ્પતિઓમાં દોહલા થવા વગેરે ચૈતન્યનાં લિંગો દેખાય છે. તેથી વનસ્પતિમાં અવશ્ય જીવ છે એમ સિદ્ધ થાય છે. ll૧૭૫૪-૧૭૫પી
સામાન્યથી સઘળી પણ વનસ્પતિમાં તથા પૃથ્વીમાં ચેતનની સિદ્ધિ કરતા પરમાત્મા કહે છે કે -
मंसंकुरोव्व समाणजाइरूवंकुरोवलंभाओ । तरुगण-विदुम-लवणोवलादओ सासयावत्था ॥१७५६॥ (मांसाङ्कर इव समानजातिरूपाङ्करोपलम्भात् । તાપવિદ્યુમ-ત્નવોપલ્લી: સ્વાશ્રયાવસ્થા: I)
ગાથાર્થ - તગણ-વિદ્યુમ-લવણ અને ઉપલાદિ પૃથ્વીની જાતો પોતાના આશ્રમમાં રહી છતી સચેતન છે. કારણ કે હરસના માંસના અંકુરાની જેમ સમાન જાતિના સ્વરૂપવાળા અંકુરાઓનો ઉપલંભ થાય છે. તે માટે તે સચેતન છે. ll૧૭૫૬/l
વિવેચન - મનુષ્યોના શરીરમાં જેમ હરસના માંસનો અંકુરો ફુટે છે એટલે કે તે એકવાર કપાયા પછી પણ ફરીથી તે માંસના અંકુરા થાય છે. તેની જેમ તરુગણ, વિદ્રુમ (પરવાળાં), લવણ (મીઠું) અને ઉપલ (પત્થર) માં પણ તે જ્યાં સુધી “સ્વાશ્રયસ્થાન તા.' પોતાના સ્થાનમાં અંશથી પણ હોય છે. ત્યાં સુધી કપાયા છતા ફરી ફરી પણ પોતાની સમાન જાતના અંકુરા ઉત્પન્ન કરે છે. તથા કપાયા છતાં ફરી ફરી વૃદ્ધિ પામે છે. માટે તે સર્વમાં જીવ છે. અહીં જે તરુગણ (વૃક્ષોનો સમૂહ) કહ્યો તે વનસ્પતિકાય જાણવો અને વિદ્યુમ, લવણ અને ઉપલ જે કહેલ છે તે પૃથ્વીકાયની જાત જાણવી. આ રીતે આ ગાથામાં વનસ્પતિમાં અને પૃથ્વીમાં જીવની સિદ્ધિ કરી.
વ્યક્તપંડિત – પૃથ્વી-જલ-તેજ-વાયુ આ પ્રથમનાં ચાર ભૂતોમાં “સચેતનપણું” સાધવાનો આ પ્રયત્ન ચાલે છે તે ચારમાં સૌથી પ્રથમ “પૃથ્વી” નામનું ભૂત છે તેથી પ્રથમ તેમાં જ સચેતનતા સિદ્ધ કરવી જોઈએ. કારણ કે ચારમાં તેનો જ પ્રથમ નંબરે ઉપન્યાસ છે. તો આ ક્રમને છોડીને ૧૭પ૩ આદિ ગાથામાં તથા આ ૧૭પ૬ મી ગાથામાં પણ વનસ્પતિની જ સચેતનતા પ્રથમ સિદ્ધ કરી અને પછી વિદ્રુમ-લવણ અને ઉપલ આદિ પૃથ્વીની સચેતનતા સિદ્ધ કરી આમ કેમ કર્યું ? તથા પાંચ ભૂતોમાં વનસ્પતિનો તો ઉલ્લેખ જ નથી. તો તેમાં સચેતનતા સિદ્ધ કરવાનું અને પ્રથમ સચેતનતા સિદ્ધ કરવાનું કારણ શું?