SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા ગણધર - વ્યક્ત ૩૨૫ મહાવીર પ્રભુ – વનસ્પતિ એ પૃથ્વીનો જ વિકાર છે. પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થાય છે. પાંચ ભૂતો કહીએ ત્યારે તે વનસ્પતિ પૃથ્વી જ ગણાય છે. તેથી તરુગણ આદિ વનસ્પતિનો પૃથ્વી નામના ભૂતમાં જ સમાવેશ થાય છે. તથા “કાઠિન્યતા” એ પૃથ્વીભૂતનું લક્ષણ છે. તે લક્ષણ વનસ્પતિમાં પણ છે. તેથી વનસ્પતિ પૃથ્વીભૂતમાં જ ગણાય છે. આવી લોકપ્રસિદ્ધિ છે. તેને અનુસરીને પૃથ્વીના પ્રસંગમાં વનસ્પતિની સચેતનતાની સિદ્ધિ કરી છે. વળી વનસ્પતિમાં ચૈતન્યનાં લિંગો અતિશય સુવ્યક્ત છે. તેવાં સુવ્યક્ત લિંગો વિદ્યુમ આદિમાં નથી. તેથી તે તરુગણ આદિ વનસ્પતિનું ચૈતન્ય સૌથી પ્રથમ સાધવામાં આવ્યું છે. જૈનદર્શન પ્રમાણે પૃથ્વીકાય અને વનસ્પતિકાય જુદી જુદી ગણાય છે અને તે બન્ને સચેતન છે. પરંતુ લોકપ્રસિદ્ધિ પ્રમાણે બન્નેનો સમાવેશ પાંચ ભૂતોમાંથી “પૃથ્વી” નામના એક જ ભૂતમાં થાય છે. તેથી વનસ્પતિમાં સચેતનતા સિદ્ધ કરાય, તે પણ પૃથ્વીમાં જ સચેતનતા સિદ્ધ કરી છે આમ જાણવું. ૧૭૫૬॥ હવે જલ સચેતન છે. તેની સિદ્ધિ કરે છે. ગણધરવાદ भूमिक्खयसाभावियसम्भवओ दद्दुरोव्व जलमुत्तं । अहवा मच्छो व सभाववोमसंभूयपायाओ ॥ १७५७॥ (भूमिक्षतस्वाभाविकसम्भवतो दर्दुर इव जलमुक्तम् । अथवा मत्स्य इव स्वभावव्योमसम्भूतपातात् ॥ ) ગાથાર્થ - ભૂમિને ખોદવાથી સ્વાભાવિકપણે જ પાણીની ઉત્પત્તિ થાય છે તેથી દેડકાની જેમ તે ચિત્ત છે. તથા સ્વાભાવિકપણે જ આકાશમાં ઉત્પન્ન થઈને સમૂહરૂપે નીચે પડતું હોવાથી માછલાની જેમ જલ ચિત્ત છે. ૧૭૫૭ વિવેચન - વનસ્પતિ અને શેષ પૃથ્વીમાં જીવની સિદ્ધિ કરીને હવે જલમાં જીવની સિદ્ધિ કરે છે. (१) भौमम् अम्भ: सचेतनम्, क्षतभूमिसजातीयस्वाभाविकजलस्य सम्भवात्, વર્તુરવત્ । સામાન્યથી પાણી બે જાતનું હોય છે. એક ભૂમિ ખોદવાથી નીકળે છે તે, જેમકે કુવા-કુઈ-ખાબોચીયાં અને બોરીંગ વગેરેનું પાણી અને બીજુ આકાશમાંથી વાદળ થઈને વરસતું વરસાદનું પાણી. આ બન્ને પ્રકારનાં પાણી સચેતન છે. તે વાત સમજાવવા માટે ભૂમિગત પાણી સચેતન છે. આ વાત સૌથી પ્રથમ સમજાવે છે. ભૂમિને ખોદવાથી અંદરથી નીકળતું પાણી સચેતન છે. કારણ કે જેમ ભૂમિની
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy