SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ચોથા ગણધર - વ્યક્ત ગણધરવાદ શીતળતાથી દેડકાંઓ ઉત્પન્ન થાય છે. તે દેડકાંઓથી પાછળ પાછળ પણ સમૂછિમ દેડકાંઓની ઉત્પત્તિ ચાલુ જ રહે છે. તેમ ભૂમિને ખોદવાથી એકસરખું સમાન જાતિવાળું સ્વાભાવિક એવું પાણી ઉત્પન્ન થઈને બહાર આવતું દેખાય છે. ખારા પાણીવાળી ભૂમિમાં સજાતીય એવું ખારું જ પાણી અને મીઠા પાણીવાળી ભૂમિમાં સજાતીય એવું મીઠું જ પાણી ઉત્પન્ન થઈને સમૂહ સ્વરૂપે બહાર આવે છે. કુવો-કુઈ-સદા ભરેલાં જ હોય છે. જેમ જેમ પાણી લોકો લઈ જાય છે તેમ તેમ તે કુવો અને તે કુઈ ભરેલ જ રહે છે. બોરીંગમાં સતત પાણી આવ્યા જ કરે છે. તેથી તે પાણી સચેતન છે. જીવ વિના ઉત્પત્તિ થવી અને વૃદ્ધિ થવી સંભવે નહીં. આકાશમાંથી વરસતા વરસાદનું બીજું જે પાણી છે તે હવે ઉત્તરાર્ધમાં સમજાવે છે. (૨) માનતરિક્ષમ્ મમ: સવેતન, બ્રાિિવશ્વમાવયંભૂતત્વ, પ્રીવત્ =વાદળોના વિકાર વિશેષથી સ્વાભાવિકપણે જ પાણી ઉત્પન્ન થતું હોવાથી તે પાણી પણ મત્સ્યની જેમ સચેતન છે. જેમ પાણીની અંદર માછલાઓ સ્વયં સ્વાભાવિકરૂપે જ સંમૂર્ણિમપણે અને ગર્ભજપણે ઉત્પન્ન થાય છે. તે જેમ સચેતન છે તેવી જ રીતે અતિશય શીતળતાના કારણે વાદળાંઓનો વિકાર થતાં તેમાં સ્વાભાવિકપણે જ જીવોની ઉત્પત્તિ થાય છે અને તે પાણીરૂપે પોતાનું શરીર બનાવીને અપ્લાય રૂપે નીચે વરસે છે. માટે તે સચેતન છે. આ પ્રમાણે ભૂમિસંબંધી અને આકાશસંબંધી સઘળુંય પણ પાણી સચેતન છે. ll૧૭૫૭ll વાયુ અને તેજની અંદર ચેતનાની સિદ્ધિ કરે છે – अपरप्पेरियतिरियानियमियदिग्गमणओऽनिलो गोव्व । अनलो आहाराओ विद्धिविगारोवलम्भाओ ॥१७५८॥ (अपरप्रेरिततिर्यगनियमितदिग्गमनतोऽनिलो गौरिव । अनल आहाराद् वृद्धिविकारोपलम्भात् ॥) ગાથાર્થ - બીજાની પ્રેરણા વિના જ વાયુ તિછ અને અનિયમિત ગતિ કરતો હોવાથી ગાયની જેમ સચેતન છે. તથા અગ્નિ પણ આહારથી વૃદ્ધિ પામતાં વિકારવિશેષ દેખાય છે. માટે સચેતન છે. 7/૧૦૫૮ વિવેચન - આ ગાથામાં વાયુ અને અગ્નિ સચેતન છે તે સમજાવે છે - વીયુઃ સર્વેતનઃ અપપ્રેરિતતિનિયમિાિમના વત, વાયુ સચેતન છે. કારણ કે જેમ ગાય બીજાની પ્રેરણા વિના પોતાની ઈચ્છા પ્રમાણે તિછ (આડી અવળી ગમે તે
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy