________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૨૩
હોવાથી સચેતન મનાયાં છેબકુલાદિ વૃક્ષો શબ્દાદિ વિષયોના ઉપભોગકાલે જ ફળ આપતાં દેખાય છે. ll૧૭૫પી
વિવેચન - વનસ્પતિમાં જીવની સિદ્ધિ કરવા માટે કેટલાંક (ચિહ્નો) લિંગો આગળની ગાથામાં કહ્યાં છે. આ ગાથામાં પણ બીજાં લિંગો જણાવે છે -
(૧) લજ્જામણી નામની વેલડી હોય છે. જે વેલડી મનુષ્યોના સ્પર્શમાત્રથી જ સંકોચાઈ જાય છે. તેથી મનુષ્યોથી જાણે લજ્જા પામતી હોય તેમ દબાઈ જાય છે. આ કારણે જ તેનું નામ “લજામણી” વેલડી રાખવામાં આવ્યું છે. જેમ કીડા, જુ વગેરે ક્ષુદ્ર જંતુઓમાં જીવ છે. એટલે મનુષ્યોનો સ્પર્શ થતાં જ પોતાના શરીરને કંપાવે છે, સંકોચે છે અને ભાગી જાય છે તેમ આ વેલડી પણ પોતાના શરીરને સંકોચી લે છે. તેથી તેમાં જીવ છે એમ સિદ્ધ થાય છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – પૃષ્ઠ રોહિત વનસ્પતય:, સતના:, પૃષ્ટમાત્રસવત્ વિવત્ = સ્પર્શ થતાંની સાથે જ રડી પડનારી અર્થાત્ લજામણી વેલ વગેરે વનસ્પતિઓ સચેતન છે. કારણ કે સ્પર્શ માત્રથી જ સંકોચ પામે છે માટે, કીટાદિ ક્ષુદ્રજીવોની જેમ.
(૨) બીજી વેલડીઓ વગેરે પણ સચેતન છે. કારણ કે તેઓ પોતાની રક્ષા માટે વાડ, વૃક્ષ કે વરંડા આદિ સ્થાનોનો જ આશ્રય શોધે છે. તે સ્થાનો તરફ જ સંચરણ કરે છે. સચેતન હોય તો જ આ સંભવે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - વયતિ:, सचेतनाः, स्वरक्षार्थं वृत्ति-वृक्ष-वरण्डकाद्याश्रयं प्रति सञ्चरणात्, देवदत्तवत्
(૩) શમી આદિ વૃક્ષો સચેતન છે. સ્વાપ-પ્રબોધ અને સંકોચાદિ ધર્મોવાળાં હોવાથી દેવદત્તની જેમ, દેવદત્તાદિ મનુષ્યોમાં જેમ સ્વાપ (નિદ્રા) હોય છે. પ્રબોધ (નિદ્રા ત્યજીને જાગૃત થવાપણું) હોય છે. તથા ભયાદિ પ્રસંગે સંકોચ હોય છે તેવી જ રીતે શમી આદિ વૃક્ષોમાં ચૈતન્યધર્મનાં સૂચક આ સઘળાં ચિહ્નો હોય છે. તેથી શમી આદિ વૃક્ષો પણ સચેતન છે. “શયા , સતના:, સ્વીપ-પ્રવોથ-સોવવિધર્મવન્વી, રેવત્તવત્ ''
(૪) તથા બકુલવૃક્ષ, અશોકવૃક્ષ, કુરબકવૃક્ષ, વિરહકવૃક્ષ અને ચંપક-તિલક વગેરે વૃક્ષો સચેતન છે. કારણ કે તે વૃક્ષો અનુક્રમે મેઘના ગર્જારવ આદિ શબ્દને સાંભળીને, સ્ત્રી આદિના રૂપને જોઈને, મદિરા આદિની સુગંધને સુંઘીને, વિશિષ્ટ રસનો સ્વાદ માણીને અને ભોગ્યપદાર્થના સ્પર્શનો ઉપભોગ કરીને જ વૃદ્ધિ પામનારાં હોય છે. જુદા જુદા વૃક્ષોમાં જુદી જુદી ઈન્દ્રિયોના ઉપભોગો દેખાતા હોવાથી તે વૃક્ષો સચેતન છે. વૃત્ની सचेतनाः, शब्दादिविषयाणामुपभोगस्योपलम्भात् यज्ञदत्तवत् ।