SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ચોથા ગણધર - વ્યક્ત ગણધરવાદ વ્યવહાર નથી. માટે તે સચેતન પણ નથી અને જન્મ-ઘડપણ-મૃત્યુ આદિ અર્થવાળા જાતાદિ શબ્દોનો વ્યવહાર પણ નથી. પરંતુ ‘‘નામિવ જ્ઞાતં ધિ'' જેમ કોઈ મનુષ્ય ઘણો જ બહાદૂર, શૂરવીર હોય એટલે ઉપચાર કરાય છે કે “આ પુરુષ તો સિંહ છે” તેથી કંઈ તે સિંહ બની જતો નથી. ક્રોધી માણસને “આ તો સાપ છે” આમ કહેવાય છે. તેવી જ રીતે સારી રીતે જામેલા દહીંને જન્મ્યાની જેવું માનીને દહીં જામ્યું એ અર્થમાં જાત શબ્દનો પ્રયોગ છે. પરંતુ વાસ્તવિક જન્મ નથી. તેવી જ રીતે અફીણ આદિ વિષનું પાન કરીને જ જે આત્મા જીવન ટકાવતો હોય તો અફીણાદિ વિષ તેના જીવનનું સાધન બન્યું હોવાથી ઉપચાર કરાય છે કે વિષપાન એ જ જીવન છે. પરંતુ તેનો અર્થ એ નથી કે વિષમાં જીવનક્રિયા છે. તથા કસુંબો જોઈએ તેવો મદ આપતો નથી તેથી ફળની અપ્રાપ્તિ હોવાથી मृत નો ઉપચાર કરાય છે. પરંતુ મરણ ધર્મ તેમાં નથી. આ રીતે ઉપચિરત અને નિરુપચરિતને સમાન ન સમજવાં. વનસ્પતિમાં સર્વે ધર્મો વાસ્તવિક છે. માટે તે સચેતન છે. હેતુ વ્યભિચારી નથી પણ સહેતુ છે. ૧૭૫૩॥ વનસ્પતિમાં જ સચેતનતા સાધવા માટે બીજા બીજા હેતુઓ પણ પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ જણાવે છે - छिक्कप्परोइया छिक्कमेत्तसंकोयओ कुलिंगोव्व । આસયસંવારાઓ, વિયત્ત ! વીવિયાળારૂં ૫૬૭૪॥ सम्मादओ य सावप्पबोहसंकोयणाइओऽभिमया । बउलादओ य सद्दाइविसयकालोवलंभाओ ॥१७५५ ॥ (स्पृष्टप्ररोदिकाः स्पृष्टमात्रसंकोचतः कुलिङ्ग इव । आश्रयसञ्चाराद् व्यक्त ! वल्लीवितानानि ॥ शम्यादयश्च स्वाप - प्रबोध-संकोचनादितोऽभिमताः । बकुलादयश्च शब्दादिविषयकालोपलम्भात् ॥ ) ગાથાર્થ - સ્પષ્ટ પ્રરોદિકા (લજ્જામણી વેલડી) ક્ષુદ્ર જંતુની જેમ સ્પર્શ કરતાંની સાથે જ સંકોચ પામે છે માટે સચેતન છે. તથા વેલ વગેરેનો વિસ્તાર પોતાનો આશ્રય લેવા ભીંત, વાડ, વૃક્ષ, વરંડા તરફ જ ગમન કરે છે. ૧૭૫૪ શમી આદિ વૃક્ષો સ્વાપ (નિદ્રા) - પ્રબોધ (ઉઠવું) અને સંકોચ આદિ ધર્મોવાળાં
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy