SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત ૩૨૧ તોડ્યાં હોય, ભાંગ્યા હોય તો તે જ શાખા-પ્રશાખા આદિનો ભાગ ફરીથી સંધાતો દેખાય લોહા = સ્ત્રી સગર્ભા હોય ત્યારે જેમ દોહલાઓ થાય છે. તેમ વૃક્ષોને પણ તેવા તેવા પ્રકારના દોહલાઓ (આહાર-પાણી આદિની ઈચ્છાઓ) ફળોત્પત્તિ કાલે થાય છે. આ વિષયની વનસ્પતિના અનુભવીઓને વિશેષે જાણકારી હોય છે. આહાર = જેમ સ્ત્રીને આહાર-પાણીની જરૂર રહે છે તેમ આ વનસ્પતિને પણ ખાતર અને પાણીની જરૂર રહે છે. સમયે પાણી પાવું જ પડે છે. ખાતરનો ખોરાક પણ આપવો જ પડે છે. તો જ ફળે છે. સમય = અને આમન્નિધિમા રોગ અને રોગની ચિકિત્સા પણ વનસ્પતિમાં સ્ત્રીની જેમ હોય છે. પરંતુ આ વિષયની જાણકારી વિશેષે કરીને વનસ્પતિના અનુભવીને હોય છે. આ રીતે વનસ્પતિમાં મનુષ્યની સ્ત્રીની જેમ જીવનાં લિંગો જણાય છે. તેથી વનસ્પતિમાં જીવ છે એમ અનુમાનથી જીવની સિદ્ધિ કરી. = પ્રશ્ન તમારું ઉપરોક્ત અનુમાન ખોટું છે. કારણ કે ખન્માવિ જે હેતુ છે તે અનૈકાન્તિક છે. સાધ્યના અભાવમાં પણ આ હેતુ વર્તે છે. અહીં સાધ્ય સચેતન છે. પરંતુ તેના અભાવમાં એટલે કે અચેતનમાં જન્મ-જરા-જીવન આદિ ભાવો દેખાય છે. જેમકે ‘‘નાતં તદ્ ધિ’’ = તે દહીં થયું. આવો વ્યવહાર અચેતન એવા દહીમાં પણ કરાય છે. એવી જ રીતે ‘‘નીવિત વિષમ્'' અફીણ આદિ વિષના વ્યસનીને “વિષ એ જ જીવન છે” આવો વ્યવહાર પણ થાય છે ત્યાં વિષ અચેતન હોવા છતાં તેમાં જીવનનો વ્યવહાર લોકમાં જોવાય છે. તથા ‘‘મૃતં સુક્ષ્મમ્’’ આ કસુંબો મડદાલ છે. જે કસુંબો ફળપ્રાપ્તિમાં અસમર્થ હોય ત્યાં મડદાલ છે, મરી ગયો છે વગેરે શબ્દપ્રયોગ થાય છે. આ ત્રણે દૃષ્ટાન્તોમાં દહીંમાં જન્મનો, વિષમાં જીવનનો અને કસુંબામાં મરણનો વ્યવહાર અચેતન હોવા છતાં પણ જોવા મળે છે. તેથી આ હેતુ અનૈકાન્તિક (વ્યભિચારી અર્થાત્ સાધારણાનૈકાન્તિક) છે. - = ઉત્તર - જન્મ-જરા-જીવન-મરણ વગેરે સચેતનપણાનાં સર્વે લિંગો મનુષ્યની જેમ વનસ્પતિમાં સર્વે દેખાય છે. સર્વે લિંગો સાક્ષાત્ છે. તેથી નિરૂપચરિતપણે અર્થાત્ વાસ્તવિકપણે આ લક્ષણો ત્યાં છે. દહીં, વિષ અને કસુંબામાં તો પ્રતિનિયત એવા (અમુક એકાદ) જાતાદિનો જ વ્યવહાર કરાય છે અને તે પણ ઉપચારે કરાય છે. બધા ધર્મોનો
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy