________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
ગાથાર્થ - વળી તે આત્મા અનુમાનથી પણ ગમ્ય નથી. કારણ કે તે અનુમાન પણ પ્રત્યક્ષપૂર્વક જ થાય છે. લિંગ અને લિંગીના પૂર્વે જોયેલા સંબંધના સ્મરણથી આ અનુમાન થાય છે. ll૧૫૫oll
| વિવેચન - આ આત્મા જેમ પ્રત્યક્ષ-પ્રમાણથી (એટલે કે કોઈ પણ ઈન્દ્રિયો દ્વારા) જણાતો નથી. તેમ તે આ આત્મા અનુમાન પ્રમાણથી પણ જાણી શકાતો નથી. માટે આત્મા નથી જ, આવો તર્ક હે ઈન્દ્રભૂતિ ! તમારા હૈયામાં વર્તે છે. કારણ કે અનુમાન પણ તેનું જ થાય છે કે જે લિંગને અને લિંગીને તથા તે બન્નેના સહચારી સંબંધને પહેલાં (પૂર્વકાલમાં) પ્રત્યક્ષપ્રમાણથી જોયેલ હોય. જેમકે જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય હોય જ છે. આ બન્નેને તથા બનેના સાથે રહેવાપણાના સંબંધને રસોડામાં, ચૌટામાં આંખે પ્રત્યક્ષ જોયેલો છે. તેથી જ પર્વતની ખીણમાં રહેલો અગ્નિ આંખે ન દેખાવા છતાં ધૂમને જોઈને અગ્નિનું અનુમાન થાય છે. જો પૂર્વકાલમાં રસોડા આદિમાં ધૂમ-વહ્નિ સાથે જોયેલા ન હોત તો આ અનુમાન થાત નહીં. અહીં આત્માને તથા આત્મા જણાવે એવા લિંગને પૂર્વકાલમાં પ્રત્યક્ષ જોયેલાં નથી માટે આત્મા અનુમાનથી પણ જણાતો નથી.
ઈન્દ્રિયોથી ન જણાતો એવો પદાર્થ અર્થાત્ અતીન્દ્રિય પદાર્થ જેનાથી જણાય તેને લિંગ કહેવાય છે અથવા સ્ત્રીને તિરોહિત = છૂપાયેલા = ગુપ્ત રહેલા = ઈન્દ્રિયોથી ન જણાતા એવા પદાર્થને રમતિ = જે જણાવે તેને લિંગ કહેવાય છે. લિંગ એટલે ચિહ્નનિશાની-હેતુ-તર્ક-પુરાવો, જેમકે (૧) પર્વતની ખીણમાં રહેલ અને આંખે ન દેખાતા વતિને જણાવનાર ધૂમ, તથા (૨) શબ્દ-ઘટ-પટ આદિ કૃત્રિમ પદાર્થોમાં રહેલી અનિત્યતાને જણાવનાર કૃતકત્વાદિ. ધૂમ દ્વારા વતિ અને કૃતકત્વ દ્વારા અનિત્યતા જણાય છે. તેથી ધૂમ અને કૃતકતાદિને લિંગ કહેવાય છે. તે લિંગ છે જેને તેને લિંગી કહેવાય છે. અર્થાત્ લિંગવાળો જે પદાર્થ તે લિંગી જાણવો. જેમકે અગ્નિ અને અનિત્યતા આદિ જે છે તેને લિંગી કહેવાય છે.
ધૂમ અને કૃતકતાદિ જે લિંગ, તથા વહ્નિ અને અનિત્યત્વાદિ જે લિંગી, આ બન્નેનો પરસ્પર કાર્ય-કારણાદિભાવ સ્વરૂપ જે અવિનાભાવસંબંધ છે. તે પૂર્વકાલમાં મહાન સાદિમાં (રસોડા આદિમાં) પ્રત્યક્ષપ્રમાણથી નજરોનજર નીહાળેલો હોય તો જ હાલ પર્વતાદિમાં ધૂમ જોવાથી તે સંબંધનું સ્મરણ થઈ આવે છે, અને તેનાથી વહ્નિ તથા અનિત્યતા આદિ જણાય છે.
ઉપરોક્ત વાતનો સાર એ છે કે - પૂર્વકાલમાં મહાન સાદિમાં અગ્નિ અને ધૂમ