________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૯૧
(अन्यतरदनिवर्तितकार्यं बीजाङ्करयोर्यद् विहतम् । તત્ર હત: સત્તાન, ઈદ્રિાનીઝ ) यथा वेह कञ्चनोपलसंयोगोऽनादिसन्ततिगतोऽपि । व्यवच्छिद्यते सोपायं, तथा योगो जीवकर्मणोः ॥)
ગાથાર્થ - બીજ અને અંકુરામાંથી હજુ કાર્ય થયું ન હોય, તે પહેલાં જ તેમાંના કોઈ એકનો નાશ કરાય તો ત્યાં સંતાન સાત્ત પણ બને છે. એવી જ રીતે કુક્ડી અને ઈડામાં પણ જાણવું. અથવા કંચન અને ઉપલનો સંયોગ અનાદિ પરંપરાવાળો હોવા છતાં પણ અગ્નિતાપાદિ ઉપાયથી વિચ્છેદ થાય છે. તેમ જીવ-કર્મમાં પણ જાણવું. ll૧૮૧૮૧૮૧૯ો.
- વિવેચન - આ બન્ને ગાથાનો ભાવાર્થ પૂર્વની ગાથા ૧૮૧૭ માં લગભગ આવી જ જાય છે. તો પણ વાતનો સાર આવી છે કે જે સંતાન અનાદિ હોય તે સંતાન અનંત જ હોય એવો નિયમ નથી. સાત્ત પણ હોઈ શકે છે. જેમકે બીજ વાવવામાં જ ન આવ્યું હોય ત્યારે અથવા વાવવામાં આવ્યું હોય પણ અંકુરા નીપજાવવા રૂપ કાર્ય કરે તે પહેલાં જ બીજનો નાશ કરવામાં આવ્યો હોય તો ત્યાં જ તેની સંતાન વિચ્છેદ પામે છે. એવી જ રીતે ઉગેલા અંકુરા પોતાનું કાર્ય શાખા-પ્રશાખા-પ્રતિશાખા-ફૂલ-ફળ વગેરે નીપજાવે તે કાર્ય કરતાં પહેલાં જ જો અંકુરાનો નાશ કરવામાં આવે તો તેની સંતાન ત્યાં જ નાશ પામી જાય છે. માટે સંતાન અનંત જ હોય એવો નિયમ નથી.
તેવી જ રીતે કુક્ડી ઇંડા મુકવા રૂપ કાર્ય કરે તે પહેલાં જ તે કુક્ડીની હત્યા કરવામાં આવે અથવા રોગાદિથી તે કુક્ડી મૃત્યુ પામે તો તેની સંતાન ત્યાં જ વિચ્છેદ પામે છે. અથવા ઈડામાંથી કુક્ડી બનવા રૂપ કાર્ય બને તે પહેલાં જ ઈડાનો જો નાશ જ કરવામાં આવે તો તેની સંતાન ત્યાં જ વિચ્છેદ પામે છે. આ જ રીતે પિતા-પુત્રની પરંપરા પણ સાન્ત હોઈ શકે છે.
તથા કંચન (સોનું) અને ઉપલ (માટી) આ બન્નેનો સંયોગ ખાણમાં જ્યારથી નીપજ્યાં છે ત્યારથી એટલે કે નિસર્ગપણે પ્રવર્તેલ સંતાનભાવવાળાં હોવા છતાં પણ અગ્નિતાપાદિ ઉપાયો વડે કંચન અને ઉપલના સંયોગની સંતાન વિચ્છેદ પામે જ છે. તેવી જ રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિનો હોવા છતાં પણ ત્યાગ-તપ-વૈરાગ્યતત્ત્વજ્ઞાનાભ્યાસ અને દીક્ષા વગેરે ભાવોની પ્રાપ્તિ દ્વારા આરાધના કરવા સ્વરૂપ રત્નત્રયીની