________________
૩૯૨
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
સાધના વડે તે સંયોગનો વિચ્છેદ કરી શકાય છે. તેથી જીવની મુક્તિ પણ અવશ્ય થઈ શકે છે. માટે અનાદિ હોય તે અનંત જ હોય એવો નિયમ નથી. ૧૮૧૮-૧૮૧૯
આ બાબતમાં શિષ્યનો પ્રશ્ન રજુ કરીને તેનો ઉત્તર આપતાં કહે છે - तो किं जीव-नहाण व जोगो कंचणोवलाणं व ? । जीवस्स य कम्मस्स य, भण्णइ दुविहो वि न विरुद्धो ॥१८२०॥ पढमोऽभव्वाणं चिय, भव्वाणं कंचणोवलाणं व । जीवत्ते सामण्णे भव्वोऽभव्वोत्ति को भेओ ? ॥१८२१॥ (ततः किं जीवनभसोरिवाथ योगः काञ्चनोपलयोरिव ? । जीवस्य च कर्मणश्च भण्यते, द्विविधोऽपि न विरुद्धः ॥ प्रथमोऽभव्यानामेव भव्यानां काञ्चनोपलयोरिव । નીવત્વે સામાન્ય વ્યોમવ્ય તિ શો મેઃ ? )
ગાથાર્થ - પ્રશ્ન - જીવ અને કર્મનો સંબંધ “જીવ અને આકાશના સંયોગની જેમ શું અનંત સમજવો કે કંચન અને ઉપલના સંયોગની જેમ સાત્ત સમજવો ? ઉત્તર - બન્ને રીતે માનવામાં કંઈ વિરોધ નથી. પ્રથમ ભેદ અભવ્યોમાં જ હોય છે અને બીજો ભેદ ભવ્ય જીવોમાં જાણવો. બન્નેમાં જીવપણું સમાન હોવા છતાં ભવ્ય-અભવ્ય આવો ભેદ શું ? ll૧૮૨૦-૧૮૨૧/
વિવેચન - બીજ-અંકુરાના સંબંધની જેમ, કુક્ડી અને ઈડાના સંબંધની જેમ, પિતાપુત્રના સંબંધની જેમ અને કંચન-ઉપલના સંબંધની જેમ જીવ અને કર્મનો સંબંધ સાન્ત પણ હોય છે. આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમજાવવામાં આવ્યું છે. ત્યાં મંડિકપંડિત વસ્તુસ્થિતિ સાચી શું છે ? તે જાણવા માટે આવા પ્રકારનો પ્રશ્ન કરે છે.
પ્રશ્ન - જીવ અને આકાશનો સંબંધ અનાદિ-અનંત છે અને કંચન-ઉપલનો સંબંધ અનાદિ સાત્ત છે. એટલે અનાદિ હોય તે અનંત જ હોય એવો નિયમ નથી, અનંત પણ હોય છે અને સાત્ત પણ હોય છે. પરંતુ ત્યાં પ્રશ્ન થાય છે કે જીવ અને કર્મનો સંબંધ શું જીવ અને આકાશના સંબંધની જેમ અનાદિ-અનંત છે એમ સમજવું ? કે કંચન અને ઉપલની જેમ અનાદિ-સાન્ત છે એમ સમજવું ? અનાદિ-અનંત અને અનાદિ-સાન્ત એમ બન્ને જાતના સંબંધો સંસારમાં દેખાય છે. તો આ બન્નેમાંથી જીવ-કર્મનો સંબંધ કોના જેવો માનવો ?