________________
૩૯૦
છઠ્ઠા ગણધર - મંડિક
जं संताणोऽणाई, तेणाणतोऽवि णायमेगंतो ।
दीसइ संतो वि जओ, कत्थइ बीयंकुराईणं ॥ १८१७॥
( यत् सन्तानोऽनादिस्तेनानन्तोऽपि नायमेकान्तः ।
दृश्यते सान्तोऽपि यतः कुत्रापि बीजाङ्कुरादीनाम् ॥ )
ગાથાર્થ - જે સંતાન અનાદિ હોય તે સંતાન અનંત પણ હોવો જ જોઈએ એવો એકાન્ત નિયમ નથી. કારણ કે બીજ-અંકુરાની જેમ ક્યાંક ક્યાંક સાન્ત પણ દેખાય છે.
//૧૮૧૭૫
ગણધરવાદ
વિવેચન - જે સંતાન (પરંપરા) અનાદિ હોય છે. તે સંતાન અનંત જ હોય એવો નિયમ નથી. કારણ કે અનંતને બદલે સાન્ત હોય એવું પણ દેખાય છે. જેમ બીજમાંથી જ અંકુરા થાય છે અને અંકુરામાંથી જ બીજ થાય છે. તેથી આ બન્નેની સંતાન (પરંપરા) અનાદિની છે. છતાં કોઈક બીજ દગ્ધ કે ઉજ્જડ ભૂમિમાં વાવવામાં આવે અથવા વાવવામાં જ ન આવે અને દળી નાખવામાં આવે તો તે બીજમાંથી અંકુરા થતા નથી તથા જે ઉગેલા અંકુરા છે તેને ફળ આવે તે પહેલાં જ છેદી નાખવામાં આવે તો તે અંકુરામાંથી બીજ થતાં નથી. આ રીતે સાન્ત પણ દેખાય છે.
કુકડી અને ઇંડાની સંતાન અનાદિની હોવા છતાં જે કુકડીનો અથવા ઇંડાનો વૃદ્ધિ પામતાં પહેલાં જ નાશ કરવામાં આવે તો તે સંતાન સાન્ત પણ હોઈ શકે છે. પિતા-પુત્રની પેઢી અનાદિની હોવા છતાં પણ પાછળ તે પેઢીનો કોઈ પુરુષ દીક્ષિત થાય, બ્રહ્મચારી રહે અથવા સંતાન ન થાય તો તે પેઢી સાન્ત પણ બને છે. આમ અનેક એવાં દૃષ્ટાન્તો છે કે જે સંતાન અનાદિ હોવા છતાં અનંત જ હોય એમ નહીં પરંતુ સાન્ત પણ હોય છે. તેની જેમ જીવ અને કર્મના સંબંધની સંતાન (પરંપરા) અનાદિની હોવા છતાં પણ રત્નત્રયીની સાધના રૂપ ઉપાય જો યથાર્થપણે સેવવામાં આવે તો તેનો અંત પણ થઈ શકે છે. તેથી જીવની મુક્તિ થઈ શકે છે. ૧૮૧૭॥
अण्णयरमणिव्वत्तियकज्जं बीयंकुराण जं विहयं । तत्थ हओ संताणो, कुक्कुडि- अंडाइयाणं च ॥१८१८॥
जह वेह कंचणोवलसंजोगोऽणाइ संतइगओवि । वोच्छिज्जइ सोवायं तह जोगो जीवकम्माणं ॥१८१९॥