________________
૨૧0 ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ વિવેચન – બૌદ્ધદર્શનકારો વિજ્ઞાનને જે ક્ષણમાત્રવર્તી માને છે અને તેથી ધ્રુવ એવું આત્મતત્ત્વ સ્વીકારતા નથી. ચેતના એટલે જ્ઞાનમાત્ર છે અને તે પણ ક્ષણિક જ છે. પણ જ્ઞાનવાન જીવદ્રવ્ય નથી. આવું માનવામાં શું શું દોષો આવે છે તેની ચર્ચા આગળ આવી ગયેલી ગાથાઓમાં કરી જ છે. છતાં વિજ્ઞાનને ક્ષણમાત્રવર્તી માનવામાં અને ધ્રુવ એવું આત્મદ્રવ્ય નહીં માનવામાં કયા કયા દોષો આવે છે તે બધા દોષો આ બે ગાથાઓમાં સાથે કહે છે.
(૧) કોઈપણ એક જ્ઞાન, માત્ર એક જ વિષયવાળું બૌદ્ધોએ માન્યું છે. સર્વે પદાર્થો ક્ષણિક છે. આ વિષય જો જાણવો હોય તો સર્વ પદાર્થોનું જ્ઞાન કરવું જ પડે. સર્વે પદાર્થોનું જ્ઞાન કરીએ તો જ સર્વે પદાર્થોની ક્ષણિકતા જણાય. પણ તમારા મતે તો એક જ્ઞાન એક પદાર્થને જ વિષય કરે છે. તેથી વિનશ્વર એવા જ્ઞાનને માનનારા બૌદ્ધદર્શનકારે ત્રણે ભુવનની અંદર રહેલા સર્વે પણ પદાર્થોને (ક્ષણિક છે કે અક્ષણિક છે ઈત્યાદિ) જાણવા માટે સર્વે પદાર્થોને વિષય કરવા પડશે. એક જ્ઞાન એક પદાર્થને જ વિષય કરે છે. એટલે સર્વ પદાર્થને જાણવા માટે એકીસાથે બહુ જ્ઞાનોની ઉત્પત્તિ સ્વીકારવી પડશે તથા એકએક જ્ઞાનથી જાણેલા એક-એક વિષયનું અને તેના જાણેલા ક્ષણિકતા આદિ ધર્મોનું અનુસ્મરણ કરનાર એવો જ્ઞાનના આશ્રયભૂત (આધારભૂત) એવો આત્મા પણ સ્વીકારવો જ પડશે.
જો બહુજ્ઞાનો અને આ બહુજ્ઞાનના આધારભૂત આત્મા ન સ્વીકારો તો “યત્ વત્ સ, તત્ તત્ સર્વ ક્ષણમ્'' જે જે આ સંસારમાં સત્ છે-તે તે સઘળુંય ક્ષણિક છે, આવું જ્ઞાન થશે નહીં. કારણ કે આ પદમાં સર્વ પદાર્થોની ક્ષણિકતા સમજાવવામાં આવી છે તે બહુ જ્ઞાનો થાય અને તેનું અનુસ્મરણ કરનાર આત્મા હોય તો જ થાય. તથા “ક્ષા: સર્વસંર" સર્વે પણ સંસ્કારો ક્ષણિક છે. આ જ્ઞાન પણ ન થઈ શકે. “નિરાત્મનઃ સર્વે ભવ:” સર્વે પણ ભાવો નિરાત્મક (જડ) છે. આ જ્ઞાન પણ ન થઈ શકે. તમારા મતમાં ઉપરોક્ત જ્ઞાનો માનવામાં આવ્યાં છે. આ જ્ઞાનો સર્વ પદાર્થોની ક્ષણિકતા સમજાવે છે. હવે જો એક જ જ્ઞાન હોય અને તે જ્ઞાન પણ એક જ વિષયવાળું હોય તો સર્વ વિષયોને જણાવનારાં બહુ જ્ઞાનો સ્વીકારવાં જ પડે, એક જ્ઞાનથી ચાલે નહીં. કારણ કે એક જ્ઞાન તો માત્ર એક વિષયને જ જણાવે. હવે ઘણાં જ્ઞાનો માનો તો તે ઘણાં જ્ઞાનોથી જણાયેલ ઘણા વિષયોના ક્ષણિકતા આદિ ધર્મોને સ્મૃતિગોચર કરનાર આત્મા પણ સ્વીકારવો જ પડે. બહુજ્ઞાન અને તદાશ્રયભૂત આત્મા માન્યા વિના સર્વ પદાર્થોનું જ્ઞાન અને તે વિષયોની ક્ષણિકતા આદિ જાણી શકાય નહીં. હવે જો બહુજ્ઞાનો અને