________________
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૦૯
પૂર્વવિજ્ઞાનક્ષણ પૂર્વસમયમાં અને ઉત્તરસમયમાં એમ બે સમયમાં રહેનાર થવાથી ક્ષણિકતા માનવાની જે પ્રતિજ્ઞા હતી, તે હણાઈ જાય છે. પ્રતિજ્ઞાહાનિ નામનું નિગ્રહસ્થાન લાગે
છે.
વળી હે બૌદ્ધ ! આ વાસના પોતે ક્ષણિક છે કે અક્ષણિક છે ? જો આ વાસના ક્ષણિક છે એમ કહેશો તો જેમ વિક્ષિત એવું જ્ઞાન ક્ષણિક હોવાથી પોતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર છે અને ઉત્પત્તિ પછી તરત જ નાશ પામી જાય છે. તેથી તે જ્ઞાન, અન્ય જ્ઞાનોની અને અન્ય જ્ઞાનોના વિષયોની ક્ષણિકતા જાણી શકતું નથી તેવી જ રીતે આ વાસના પણ
જો તમે ક્ષણિક માની છે તો તેનાથી પણ અન્ય જ્ઞાનોની અને અન્ય જ્ઞાનોના વિષયોની ક્ષણિકતા કેમ જણાશે ? અર્થાત્ વાસના પણ ક્ષણિક જ હોવાથી ક્ષણિકતા નહીં જણાય અને જો આ વાસનાને અક્ષણિક માનશો તો ‘‘વત્સત્ તત્સર્વ ખિમ્’’ જગતમાં જે કોઈ સત્ પદાર્થ છે. તે સર્વે પણ ક્ષણિક છે. આવી તમારી જે પ્રતિજ્ઞા છે. તેની હાનિ થશે, તમારો સિદ્ધાન્ત બાધા પામશે. ।।૧૬૭૭॥
આ પ્રમાણે પરપક્ષને (બૌદ્ધમતને) દૂષિત કરીને હવે પોતાના સ્વપક્ષને (જૈનસિદ્ધાન્તને) જણાવતા અને આ ચર્ચાનો ઉપસંહાર કરતા પરમાત્માશ્રી જણાવે છે કે
बहुविण्णाणप्पभवो, जुगवमणेगत्थयाऽहवेगस्स । विण्णाणावत्था वा, पडुच्चवित्तीविघाओ वा ॥१६७८ ॥
विण्णाणखणविणासे, दोसा इच्चादयो पसज्जंति ।
न उठियसंभूयच्चुयविण्णाणमयम्मि जीवम्मि ॥१६७९ ॥ ( વવિજ્ઞાનપ્રમવો, યુપનેાર્થતાથવસ્ય । विज्ञानावस्था वा, प्रतीत्यवृत्तिविघातो वा ॥ ) विज्ञानक्षणविनाशे, दोषा इत्यादयः प्रसजन्ति । न तु स्थितसम्भूतच्युतविज्ञानमये जीवे ॥ )
ગાથાર્થ - વિજ્ઞાનને ક્ષણવિનાશી માનવામાં ૧ બહુવિજ્ઞાનની ઉત્પત્તિ, ૨ અથવા એક જ જ્ઞાનની એકીસાથે અનેક અર્થની વિષયતા, ૩ અથવા વિજ્ઞાનની અનવસ્થા, ૪ અથવા પ્રતીત્યવૃત્તિનો વિઘાત ઈત્યાદિ અનેક દોષો આવે છે. પરંતુ સ્થિતિ-ઉત્પત્તિ અને વિનાશ એવી ત્રિપદીથી યુક્ત વિજ્ઞાનમય જીવતત્ત્વ માનવામાં કોઈ દોષ આવતો નથી. //૧૬૦૮-૧૬૭૯૫