________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
जाणेज्ज वासणाओ, सा वि हु वासंत - वासणिज्जाणं । जुत्ता समेच्च दोण्हं, न उ जम्माणंतरहयस्स ॥१६७७॥ (નાનીયાત્ વાસનાત:, સાપિ જીતુ વાસ-વાસનીયયોઃ । युक्ता समेत्य द्वयोर्नतु जन्मान्तरहतस्य ॥ )
ગાથાર્થ - વાસનાથી તે જ્ઞાન ક્ષણિકતા આદિને જાણે છે. આ બચાવ પણ ઉચિત નથી. કારણ કે તે વાસના પણ વાસક અને વાસનીય એમ બન્ને સાથે મળે તો જ થાય, પરંતુ જન્મની પછી તુરત નષ્ટ થયેલાને આ વાસના પણ સંભવતી નથી. ।।૧૬૭૭।।
૨૦૮
ગણધરવાદ
વિવેચન - અહીં આ બાબતમાં હવે બૌદ્ધ કદાચ આવો બચાવ કરે કે - પૂર્વ પૂર્વ ક્ષણવર્તી જ્ઞાનક્ષણ, ઉત્તર ઉત્તર ક્ષણવર્તી જ્ઞાનક્ષણોમાં એવા પ્રકારની વાસના (સંસ્કાર) ઉત્પન્ન કરે છે કે તે વાસનાના બળથી એક વિષયવાળું અને ક્ષણમાત્ર સ્થાયી એવું પણ વિવક્ષિત જ્ઞાન, અન્ય જ્ઞાનોની અને અન્ય જ્ઞાનના વિષયોની સત્તા અને ક્ષણિકતા આદિ ધર્મોને જાણી શકે. આ રીતે સર્વ જ્ઞાનોની અને સર્વ જ્ઞાનોના વિષયોની ક્ષણિકતા જાણી શકાય છે. તેથી બૌદ્ધમતમાં કોઈ વિરોધ કે દોષ આવતો નથી.
ઉત્તર - આ બચાવ પણ યોગ્ય નથી. કારણ કે “વાસક અને વાસનીય’’ આ બન્ને વસ્તુ સાથે મળે તો જ વાસક વડે વાસનીય વસ્તુમાં વાસના ઉત્પન્ન કરાય છે. જેમ વાસક એવો ધૂપ અને વાસનીય એવી ઘટપટાદિ વસ્તુઓ. આ બન્ને સાથે મળે તો જ ધૂપ વડે તે વસ્તુ સુગંધિત કરાય છે. ‘અત્તર અને વસ્ત્ર” સાથે મળે તો જ અત્તર વડે વસ્ત્ર વાસિત કરાય છે. “સાકર અને દૂધ” સાથે મળે તો જ સાકર વડે દૂધ ગળ્યું કરાય છે. અહીં જે સમયમાં પૂર્વવિજ્ઞાનક્ષણ છે. તે સમયમાં ઉત્તરવિજ્ઞાનક્ષણ નથી અને જે સમયમાં ઉત્તરવિજ્ઞાનક્ષણ છે. તે સમયમાં પૂર્વવિજ્ઞાનક્ષણ નથી. આ પૂર્વ અને ઉત્તર વિજ્ઞાનક્ષણો ભિન્ન ભિન્ન સમયવર્તી હોવાથી સાથે મળતા જ નથી. તો પૂર્વવિજ્ઞાનક્ષણ વડે ઉત્તરવિજ્ઞાનક્ષણમાં વાસના કેમ ઉત્પન્ન કરાય ? અર્થાત્ વાસક અને વાસનીય વસ્તુનું સહવર્તીપણું ન હોવાથી વાસના ઉત્પન્ન ન જ કરાય.
પૂર્વવિજ્ઞાનક્ષણ જન્મ પામતાંની સાથે જ નાશ પામતું હોવાથી ઉત્તરવિજ્ઞાનક્ષણ આવે ત્યારે તેની હાજરી જ નથી. આ રીતે જન્મ પછી તુરત જ નાશ પામતા પૂર્વક્ષણની વાસના ઉત્તર ક્ષણમાં જતી નથી. જો વાસ્ય (વાસિત કરવા યોગ્ય) એવો ઉત્તરવિજ્ઞાનક્ષણ અને વાસક (વાસિત કરનાર) એવો પૂર્વક્ષણ આ બન્ને સંયોગ પામીને જો એકક્ષણ પણ સાથે રહે તો વાસના ઘટી શકે. પણ તમે એવું માન્યું નથી અને જો એવું માનો તો