________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૧૧ તદાશ્રયભૂત આત્મા સ્વીકારો તો તમારા જ હાથે તમારા પોતાના મતનો ત્યાગ કરવાનો પ્રસંગ આવે.
(૨) તથા જો બહુજ્ઞાનો અને તદાશ્રયભૂત આત્મા ન સ્વીકારો તો વિજ્ઞાનને ક્ષણિક માનતા બૌદ્ધદર્શનકાર એક જ્ઞાનને ભલે માને, બહુજ્ઞાનને ભલે ન માને, પરંતુ તેઓએ માનેલું તે એક જ્ઞાન એક વિષયવાળું છે આમ નહીં મનાય. જો એક જ વિષયવાળું માનીએ તો સર્વવિષયોની ક્ષણિકતા જણાય જ નહીં. તેથી તે એક જ્ઞાનને એકીસાથે જ “અનેકાર્થતા” માનવી પડશે. એટલે કે ત્રણે ભુવનના અંતરવર્તી સર્વ પદાર્થોને અને તેના ક્ષણિકતાદિ અનેક ધર્મોને જાણનારું તે જ્ઞાન છે આમ માનવું પડશે. આમ માનો તો જ એક જ્ઞાનથી સર્વ પદાર્થોનું અને તેના ક્ષણિકતાદિ ધર્મોનું જ્ઞાન ઘટી શકે. પરંતુ તમારા મનમાં ન વૈવિધ્યતે = આવું ઈચ્છાયું (મનાયું) નથી તથા ક્યાંય આવું દેખાયું પણ નથી. એટલે એક જ્ઞાનને એક વિષયવાળાને બદલે અનેકાર્થતા (અનેક વિષયવાળાપણું) જે માનેલ નથી તે માનવાની આપત્તિ આવશે. આ બીજો દોષ જાણવો.
(૩) અથવા “વિUTUવસ્થા = વિજ્ઞાનવિસ્થા' એટલે કે વિજ્ઞાનની અવસ્થા એટલે કે વિજ્ઞાનને અવસ્થિત = સ્થિર માનવું પડશે. અર્થાત્ વિજ્ઞાનને ક્ષણિક માનવાને બદલે ચિરસ્થાયી એટલે કે ના પ્રશ: = ઘણા કાલ-યુગો સુધી અવસ્થિત-ધ્રુવ માનવું પડશે. કારણ કે જો જ્ઞાન એક જ વિષયના આલંબનવાળું હોય અને સર્વ પદાર્થોને વિષય કરવા હોય તથા તે સર્વે પદાર્થોની ક્ષણિકતાને પણ જાણવી હોય તો તે જ્ઞાનને લાંબો કાલ સ્થિર રહેવું પડે કે જેથી ક્ષણે ક્ષણે અન્ય અન્ય એક એક વસ્તુ નાશ પામતી જોઈને ઘણા લાંબા કાળે સર્વે પણ વસ્તુઓની ક્ષણભંગુરતાને તે જ્ઞાન જાણી શકે. એક જ્ઞાન જો એક જ વિષયને જાણે તો સર્વ વિષયોને અને તેની ક્ષણિકતાને જાણવા માટે તેની પાસે ઘણો લાંબો કાળ હોવો જોઈએ. આ વાત પહેલાંની ગાથામાં સમજાવાઈ ગઈ છે અને જો વિવક્ષિત એકજ્ઞાનને એકવિષયવાળું માનીને ચિરકાલસ્થાયી માનો તો જ્ઞાન એ ગુણ હોવાથી અને ગુણ તે ગુણી વિના ન રહેતો હોવાથી તે જ્ઞાનગુણનો ગુણી એવો આત્મા પણ ધ્રુવપણે સ્વીકારેલો જ થશે. આમ માનતાં એક તો જ્ઞાનની ક્ષણિકતા ઉડી જશે. અને વળી આત્મતત્ત્વ સ્વીકારેલું થશે આ બે દોષો આવશે. અને તમને તમારા પોતાના મતના સ્વીકારનો વિરોધ આવશે.
(૪) જો આ (૧) બહુવિજ્ઞાનોત્પત્તિ, (૨) યુગપ અનેકવિષયતા અને (૩) વિજ્ઞાનાવસ્થા ઈત્યાદિ દોષો ન સ્વીકારો તો તમને પ્રતીત્યવૃત્તિવિઘાત નામનો દોષ આવશે. ઉપરના ત્રણે દોષોમાંથી બચવા માટે જો જ્ઞાનને અને તેના આધારભૂત આત્માને ચિરસ્થાયી