________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૨૭
વાસ્તવિક (નિશ્ચયનયને આશ્રયી) સાચો અર્થ એ છે કે જે વર્ણાદિ ગુણવાળું દ્રવ્ય હોય દ્રવ્ય હોય તે અમૂર્ત. આ અર્થને ધ્યાનમાં રાખીને
તે મૂર્ત અને વર્ણાદિ ગુણો વિનાનું ભગવાન ઉત્તર આપે છે કે -
કર્મ મૂર્ત જ છે. અમૂર્ત છે જ નહીં. કારણ કે કર્મ એ કાર્મણ વર્ગણાઓના પુદ્ગલ દ્રવ્યોનું જ બનેલું છે. આ જીવ કાર્પણવર્ગણાને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણામ પમાડે છે. આખર તો તે પુદ્ગલદ્રવ્ય જ છે અને જે પુદ્ગલદ્રવ્ય હોય છે તે વર્ણાદિ ગુણવાળું જ હોય છે. વર્ણાદિ ગુણવાળું હોવાથી કર્મ મૂર્ત જ છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “પિળ: પુાના: '' તત્ત્વાર્થસૂત્ર ૫/૪. સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપી છે. અર્થાત્ મૂર્ત જ છે.
અમારે (જૈનોએ) યુક્તિઓ આપીને પ્રયત્નપૂર્વક જે સમજાવવાનું હતું, સાધવાનું હતું તે પરના સિદ્ધાન્તને નહીં જાણનારા એવા તમારા વડે બાલ-બુદ્ધિના કારણે અમને દોષ આપવાના આશયથી સિદ્ધ કરાયું. સારાંશ કે અમારે જે સાધવાનું હતું તે જ તમે સિદ્ધ કર્યું.
અમે (જૈનો) એમ જ કહીએ છીએ કે “કર્મ” એ મૂર્ત પદાર્થ છે. કારણ કે તેના કાર્યભૂત શરીર-ઈન્દ્રિયો-ધન-વૈભવાદિ મૂર્ત છે માટે. અહીં જે જે કાર્ય મૂર્ત હોય છે. તેનું તેનું કારણ પણ મૂર્ત હોય છે. જેમકે ઘટ મૂર્ત (વર્ણાદિ ગુણવાળો) છે. તેથી તેના કારણભૂત પરમાણુઓ પણ મૂર્ત (વર્ણાદિ ગુણવાળા) જ છે. આ અન્વય વ્યાપ્તિ છે અને જે કારણ અમૂર્ત હોય છે. તેનું કાર્ય પણ અમૂર્ત જ હોય છે. આ વ્યતિરેકવ્યાપ્તિ છે. જેમ જ્ઞાન એ કાર્ય છે અને આત્મા એ કારણ છે. અહીં જ્ઞાન અમૂર્ત (વર્ણાદિરહિત) છે તેથી કારણ એવો આત્મા પણ અમૂર્ત (વર્ણાદિ રહિત) જ છે. અહીં કારણશબ્દથી ન્યાયની પરિભાષા
પ્રમાણે સમવાયિકારણ એટલે કે જૈનદર્શનની પરિભાષા પ્રમાણે ઉપાદાનકારણ સમજાવાય છે. પણ નિમિત્ત કારણ સમજવું નહીં. જ્ઞાનનું સમવાયિકારણ જે આત્મા છે તે અમૂર્ત છે આમ જાણવું. જ્ઞાનનાં નિમિત્ત કારણો રૂપ જે-પુસ્તક અથવા પ્રકાશ વગેરે હોય છે તે મૂર્ત હોઈ શકે છે અમે તેની વાત કરતા નથી.
આ રીતે વિચારતાં શરીરાદિ કાર્ય મૂર્ત છે. માટે તેનું કારણ કર્મ પણ મૂર્ત જ છે. જ્ઞાનાત્મક કાર્ય અમૂર્ત માટે તેનું કારણ આત્મા પણ અમૂર્ત જ છે. કાર્યને અનુરૂપ સમવાયિકારણ હોય છે. માટે કર્મ મૂર્ત છે જ. જે અમારે (જૈનોને) સાધવાનું હતું તે જ વાત તમે સાધી. તે ઘણું સારું થયું. તમે અમારા આશયને જાણતા ન હતા. તેથી હે અગ્નિભૂતિ ! બાલબુદ્ધિથી પ્રશ્ન કરવા ગયા પણ અમને ઈષ્ટ જે વસ્તુ હતી તે જ તમારા વડે સિદ્ધ કરાઈ.