________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
પ્રશ્ન - કર્મના ઉદયથી જેમ શરીર-ઈન્દ્રિયાદિ પ્રાપ્ત થાય છે તેમ સુખ-દુઃખાદિ પણ કર્મના ઉદયથી જ પ્રાપ્ત થાય છે અને સુખ-દુઃખાદિ તો આત્માના ગુણો હોવાથી અમૂર્ત છે. તેનું કારણ પણ કર્મ જ બને છે. માટે કર્મ અમૂર્ત (વર્ણાદિરહિત) હોવું જોઈએ. કારણ કે કાર્ય એવાં સુખ-દુઃખાદિ અમૂર્ત છે. માટે જો કર્મને મૂર્ત માનીએ તો મૂર્ત એવા કર્મમાંથી અમૂર્ત એવા સુખ-દુઃખાદિ ગુણોની ઉત્પત્તિ માનવી પડે. તે કેમ ઘટે ? કારણ કે મૂર્તમાંથી અમૂર્તની ઉત્પત્તિ ન થાય. તથા કર્મના ઉદયથી શરીરાદિ પણ મળે છે અને સુખ-દુઃખાદિ પણ મળે છે. એટલે કર્મને મૂર્તનું કારણ હોવાથી મૂર્ત અને અમૂર્તનું કારણ હોવાથી અમૂર્ત એમ બન્ને માનવાનો પ્રસંગ આવે. પરંતુ એક દ્રવ્યમાં મૂર્તત્વ અને અમૂર્તત્વ એમ બન્ને ભાવો ન ઘટે. મૂર્તત્વ અને અમૂર્તત્વ બન્ને પરસ્પર વિરુદ્ધ છે. કર્મ નામના એક જ તત્ત્વમાં પરસ્પર વિરોધી બે ધર્મો કેમ હોય ?
૧૨૮
ઉત્તર - આ કારણથી જ અહીં કારણશબ્દથી સમવાયિકારણ (અર્થાત્ ઉપાદાન કારણ) જ લેવાનું છે. નિમિત્તકારણ લેવાનું નથી. એવી સ્પષ્ટતા અમે પહેલાં કરી ગયા છીએ. સુખ-દુઃખાદિ આત્માના ગુણો હોવાથી અવશ્ય અમૂર્ત છે જ. પરંતુ તેનું સમવાયિકારણ આત્મા જ છે, કર્મ નથી અને આત્મા અમૂર્ત જ છે. કર્મ તો સુખ-દુઃખાદિની પ્રાપ્તિનું નિમિત્તકારણ છે. ઉપાદાન કારણ નથી. જેમ અન્ન-પાન મૂર્ત હોવા છતાં સુખનું નિમિત્તકારણ બને છે અને સર્પ-સિંહ-વિષાદિ મૂર્ત હોવા છતાં દુઃખનું નિમિત્તકારણ બને છે. તેમ પુણ્ય અને પાપકર્મ પણ સુખ-દુઃખનું નિમિત્તકારણ જરૂર બને જ છે. અમૂર્તનું નિમિત્તકારણ મૂર્ત હોઈ શકે છે. પણ સમાયિ કારણ અમૂર્તકાર્યનું અમૂર્ત અને મૂર્તકાર્યનું મૂર્ત જ હોય છે. માટે કર્મ એ પૌદ્ગલિકપદાર્થ હોવાથી વર્ષાદિ ગુણોપેત હોવાથી અને મૂર્ત એવા શરીરાદિનું ઉપાદાન કારણ હોવાથી મૂર્ત જ છે. ૧૬૨૫
तह सुहसंवित्तिओ, संबंधे वेणुब्भवाओ य । बज्झबलाहाणाओ, परिणामाओ य विण्णेयं ॥१६२६॥ आहार इवानल इव घडुव्व नेहाइकयबलाहाणो । खीरमिवोदाहरणाई, कम्मरूवित्तगमगाई ॥१६२७॥ ( તથા સુદ્ધસંવિત્તે:, સમ્બન્ધે તેનોદ્ધવાન્ન बाह्यबलाधानात्, परिणामाच्च विज्ञेयम् ॥ आहार इवानल इव घट इव स्नेहादिकृतबलाधानः । क्षीरमिवोदाहरणानि कर्मरूपित्वगमकानि ॥ )