________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૩૧૯ હણાયાં ન હોય ત્યાં સુધી સચેતન છે અને જ્યારે શસ્ત્રોથી હણાયાં હોય ત્યાર પછી અચેતન હોય છે. ll૧૭૫૧||
પ્રથમનાં ચારદ્રવ્યો શસ્ત્રોથી ઉપહત ન થયાં હોય ત્યાં સુધી સચેતન છે. આમ જે કહેવામાં આવ્યું. તેથી તે ચારની સચેતનતા સિદ્ધ કરે છે -
किह सजीवाइं मई, तल्लिङ्गाओ ऽनिलावसाणाइं । वोमं विमुत्तिभावादाधारो चेव न सजीवं ॥१७५२॥ (कथं सजीवानि मतिस्तल्लिङ्गादनिलावसानानि । व्योम विमूर्तिभावादाधारश्चैव न सजीवम् ॥)
ગાથાર્થ - પ્રથમનાં ચાર દ્રવ્યો સચેતન કેવી રીતે છે ? આવો પ્રશ્ન કદાચ થાય, તો ઉત્તર જાણવો કે તેમાં જીવનાં લિંગો દેખાય છે માટે વાયુ સુધીનાં ચાર દ્રવ્યો સજીવ છે. આકાશ એ અમૂર્ત હોવાથી આધાર જ માત્ર છે પણ સજીવ નથી. /૧૭૧ર/
વિવેચન - અહીં કદાચ કોઈને આવો પ્રશ્ન થાય કે આ પાંચે ભૂતો અન્ય દર્શનશાસ્ત્રોમાં (ચાર્વાક આદિમાં) નિર્જીવ તરીકે પ્રસિદ્ધ છે અને અહીં કેટલાંક સચેતન અને કેટલાંક અચેતન કહેવાય છે. તે કેવી રીતે સમજવું ?
ઉત્તર - આ પ્રશ્નનો ઉત્તર આ રીતે સમજવો કે પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર ભૂતો સચેતન છે. કારણ કે તેમાં જીવનાં લિંગો (ચિહ્નો) દેખાય છે. પૃથ્વીથી વાયુ સુધીનાં ચારે ભૂતોમાં જીવ છે તે સચેતન છે. તેની સિદ્ધિ આગળ આવતી ગાથા ૧૭૫૩ થી ૧૭૬૧ માં ગ્રંથકારશ્રી જ સમજાવે છે. એટલે અહીં આપણે વધારે ચર્ચા કરતા નથી.
આકાશ નામનું જે પાંચમું ભૂત છે, તે મૂર્ત નથી અર્થાત્ અમૂર્તિ છે. તેથી સચેતન નથી. પરંતુ જીવો અને શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોના આધારભૂત માત્ર છે. આ પ્રમાણે ચાર સચેતન અને એક અચેતન એમ પાંચ ભૂતોનું આ સંસારમાં અસ્તિત્વ છે. પૃથ્વી આદિ ભૂતોવાળું આ જગત છે. ll૧૭પરા
પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર ભૂત, સચેતન છે. ત્યાં પૃથ્વીમાં માટી, પત્થર, કાંકરા, રેતી, સોનું, રૂપું, હીરા માણેક, મોતી, લોખંડ વગેરે કઠણ ચીજો (પૃથ્વીકાય) પણ આવે છે અને ઝાડ, પાન, ફૂલ, ફળ, શાખા, પ્રશાખા વગેરે વનસ્પતિ (વનસ્પતિકાય) પણ આવે છે. પૃથ્વી નામના ભૂતપદાર્થમાં પૃથ્વીકાય અને વનસ્પતિકાય એમ બન્ને પ્રકારના પદાર્થો લઈ લેવામાં આવે છે. તેથી સૌ પ્રથમ વનસ્પતિમાં સચેતનતા સમજાવે છે -