________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ થતું નથી. શબ્દ હંમેશાં આકાશમાં (પોલાણમાં) જ ઉત્પન્ન થાય છે. તેથી તે આકાશનો ગુણ છે. આ ઉદાહરણમાં ગુણ પ્રત્યક્ષ છે. પણ ગુણી પ્રત્યક્ષ નથી. તેની જેમ આત્માના ગુણો ભલે પ્રત્યક્ષ હો, પરંતુ ગુણી એવો આત્મા પ્રત્યક્ષ ન હોય. આવું પણ કેમ ન હોય?
ઉત્તર - તમારી આ વાત યુક્ત નથી. કારણ કે શબ્દ એ આકાશનો ગુણ જ નથી. પુદ્ગલદ્રવ્યનો ગુણ છે. કારણ કે ભાષા વર્ગણાનાં પુદ્ગલો જ જીવ વડે શબ્દરૂપે પરિણમાવાય છે. એટલે શબ્દ એ ભાષાવર્ગણાનાં પુગલોનો પર્યાયાત્મક ગુણ છે. જેમ રૂપ-રસ-ગંધ અને સ્પર્શ ઈન્દ્રિયગ્રાહ્ય હોવાથી પુદ્ગલના જ ગુણો છે તેવી જ રીતે શબ્દ પણ ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી પુગલનો જ ગુણ છે. આકાશનો ગુણ નથી. તેની ઉત્પત્તિમાં આકાશ (પોલાણ) એ સહકારી કારણ માત્ર છે. તેથી આ વ્યભિચારદોષ અમને આવતો નથી. ll૧૫૫૮.
પ્રશ્ન - ગુણો ભલે પ્રત્યક્ષ હોય, પરંતુ તેથી ગુણી પણ તપ જ ગણાય અર્થાત્ પ્રત્યક્ષ જ ગણાય આવું કેમ મનાય ? સારાંશ કે “ગુણો ભલે પ્રત્યક્ષ હોય પરંતુ ગુણી પ્રત્યક્ષ ન પણ હોય આવું કેમ ન બને ? તેનો ઉત્તર કહે છે -
अन्नो अणन्नो व गुणी, होज गुणेहिं जइ नाम सोऽणन्नो । ननु गुणमेत्तग्गहणे, घेप्पइ जीवो गुणी सक्खं ॥१५५९॥ अह अन्नो तो एवं, गुणिणो न घडादओ वि पच्चक्खा । गुणमेत्तग्गहणाओ, जीवम्मि कओ वियारोऽयं ? ॥१५६०॥ (अन्योऽनन्यो वा गुणी, भवेद् गुणैर्यदि नाम सोऽनन्यः । ननु गुणमात्रग्रहणे, गृह्यते जीवो गुणी साक्षात् ॥ अथान्यस्तत एवं गुणिनो न घटादयोऽपि प्रत्यक्षाः । गुणमात्रग्रहणाजीवे, कुतो विचारोऽयम् ॥)
ગાથાર્થ - ગુણોથી ગુણી ભિન્ન છે કે અભિન છે ? જો તે ગુણી દ્રવ્ય ગુણોથી અભિન્ન છે તો સ્મૃતિ આદિ ગુણોનું જ માત્ર ગ્રહણ થયે છતે ગુણી એવું જીવદ્રવ્ય પણ સાક્ષાત્ ગ્રહણ થયું જ અને જો એમ કહેશો કે તે ગુણોથી તે ગુણી ભિન્ન છે તો (રૂપાદિ ગુણો ભલે પ્રત્યક્ષ હો પરંતુ) ગુણી એવા ઘટ-પટાદિ પ્રત્યક્ષ ન થવા જોઈએ. ગુણમાત્રનું ગ્રહણ બન્નેમાં સરખું હોવા છતાં જીવદ્રવ્યમાં જ પ્રત્યક્ષ નથી આવો વિચાર કેમ થાય છે ? //૧૫૫૯-૧૫૬oll