________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
છે. તો પછી ભવાન્તરમાં પણ સદેશતા જ રહે આમ કેમ કહી શકાય ? તેથી સર્દશતાનો આ આગ્રહ ત્યજી દેવો જોઈએ.
૩૭૩
એકભવમાં પણ એક જીવની ચડતી-પડતી દેખાય છે. દસકા બદલાતા નજરોનજર દેખાય છે. તો ભવાન્તરમાં સદેશતા રહે આમ કેમ કહેવાય ? વળી આ બધી અવસ્થાઓ કર્મોદયજન્ય છે. કર્મોદય ચિત્ર-વિચિત્ર છે. કારણ કે હેતુઓની ચિત્ર-વિચિત્રતાથી તે ચિત્રવિચિત્ર બંધાયેલ છે. માટે પણ સર્દશતાનો આ આગ્રહ છોડી દેવો જોઈએ.
સુધર્મ – હે ભગવાન્ ! જે જીવ આ ભવમાં સુખી હોય તે જીવ પરભવમાં પણ સુખી જ રહે અને દુઃખી હોય તે દુ:ખી જ રહે આમ માનીએ અને ઉત્કર્ષ-અપકર્ષ થતા નથી આમ માનીએ તો શું દોષ આવે ? અમે સમાનતાના આગ્રહી છીએ માટે જે આ
ભવમાં જેવો હોય તે પરભવમાં પણ તેવો થાય. આમ માનવામાં અમને કોઈ દોષ દેખાતો નથી.
ભગવાન – તમારું આ કથન બરાબર નથી. જો આમ જ હોય અને ભવાન્તરમાં ઉત્કર્ષ-અપકર્ષ ન હોય તો દાનાદિ અને હિંસાદિ પુણ્ય-પાપની ક્રિયાનું ફળ વ્યર્થ થાય. સંસારમાં રહેલા લોકો પરભવમાં દેવઋદ્ધિ, ચક્રવર્તીની ઋદ્ધિ અને રાજ્યઋદ્ધિ વગેરેની પ્રાપ્તિ માટે દાનાદિ પુણ્યની ક્રિયાઓ કરે છે. તમારી કહેલી યુક્તિ પ્રમાણે જો ઉત્કર્ષ અને અપકર્ષ ન થતા હોય તો દરિદ્ર મનુષ્ય પણ દાન-તપ-શીયલ-તીર્થયાત્રાનું અવગાહન વગેરે પુણ્યનાં અનુષ્ઠાનો કરીને પણ પરભવમાં જો દરિદ્ર જ રહેવાનો હોય તો કરેલાં આ દાનાદિ પુણ્યનાં ફળ પ્રાપ્ત થશે જ નહીં. તેથી તે વૃથા થશે અને જો દાનાદિ પુણ્યનાં અનુષ્ઠાનોનું ફળ પ્રાપ્ત થવાનું જ ન હોય, દરિદ્ર તે દરિદ્ર જ રહેવાનો હોય તો આ દાનાદિની પ્રવૃત્તિ નિરર્થક જ થશે.
એવી જ રીતે ધનવાન મનુષ્ય ગમે તેવી પાપપ્રવૃત્તિ કરે તો પણ ભવાન્તરમાં ધનવાન જ રહેવાનો હોય તો તે મનુષ્ય પાપપ્રવૃત્તિ ત્યજવાની રહેતી જ નથી અને જો આમ જ હોય તો આ દાનાદિની પ્રવૃત્તિ ઉપાદેય અને હિંસાદિ પાપની પ્રવૃત્તિ હેય છે. આવી વ્યવસ્થા પણ રહેશે નહીં. માટે “સાદૃશ્યતાનો આગ્રહ” રાખવો જોઈએ નહીં. ૧૭૯૯॥
આવા પ્રકારનો સાદૃશ્યતાનો અતિશય આગ્રહ રાખે છતે વેદોના પદોની પણ અપ્રમાણતા જ પ્રાપ્ત થાય છે. તે જણાવે છે -
जं च सिगालो वइ एस जायए वेयविहियमिच्चाई | सग्गीयं जं च फलं तमसंबद्धं सरिसया ॥ १८०० ॥