________________
૩૭૨
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ “સમાન જાતિનો અન્વય માત્ર જ ઈચ્છાય છે” એટલે કે પુરુષજાતિવાળો મનુષ્ય મૃત્યુ પામીને પુરુષજાતિવાળો મનુષ્ય જ થાય છે અને સ્ત્રી જાતિવાળો મનુષ્ય મૃત્યુ પામીને સ્ત્રી જાતિવાળો મનુષ્ય જ થાય છે. આમ માત્ર સમાનજાતિનું સાદેશ્ય કહેવાય છે. ક્ષણક્ષણના પલટાતા પર્યાયને આશ્રયી વિસદેશતા ભલે હો, પરંતુ જાતિને આશ્રયી સદેશતા છે. આમ અમારું કહેવું છે.
ઉત્તર - આ પ્રશ્ન પણ બરાબર નથી. કારણ કે “પરભવની પ્રાપ્તિ” પૂર્વભવમાં બાંધેલા આયુષ્યકર્મને આધીન છે અને તેને અનુસાર નામકર્મની પ્રકૃતિઓ ઉદયમાં આવે છે. તથા સ્ત્રી જાતિ આદિ વેદ મોહનીયના ઉદયથી આવે છે. આ આયુષ્યાદિ કર્મો મિથ્યાત્વાદિ ચિત્ર-વિચિત્ર હેતુજન્ય હોવાથી ચિત્ર-વિચિત્ર છે. આ રીતે કર્મ ચિત્રવિચિત્ર હોવાથી તજ્જન્ય પરભવ પણ ચિત્ર-વિચિત્ર અર્થાત્ સમાન અને અસમાન એમ બન્ને હોઈ શકે છે. તેથી કેવલ સમાન જાતિનો અન્વય હોય આમ બનતું નથી. ll૧૭૯૮
उक्करिसावक्करिसा, न समाणाए वि जेण जाईए ।। सरिसग्गाहे जम्हा, दाणाइफलं विहा तम्हा ॥१७९९॥ ( उत्कर्षापकर्षों न समानायामपि येन जातौ । सदृशग्रहे यस्माद् दानादिफलं वृथा तस्मात् ॥)
ગાથાર્થ - સદેશતાનો આગ્રહ હોતે છતે સમાન જન્મ થવાથી જે કારણથી “ઉત્કર્ષઅપકર્ષ” સંભવતા નથી. તેથી દાનાદિનું ફળ પણ વ્યર્થતાને પામે છે. /૧૭૯૯
વિવેચન - હે સુધર્મ ! જો સદેશતાનો આગ્રહ રાખશો તો જેમ પુરુષ મરીને પુરુષ જ થાય, સ્ત્રી મરીને સ્ત્રી જ થાય તેવી જ રીતે ધનવાન મરીને ધનવાન જ થશે. દરિદ્ર મરીને દરિદ્ર જ થશે. આમ સમાન જન્મ સ્વીકારે છતે ઈશ્વરતા-દરિદ્રતા-કુલીનતા અને અકુલીનતા ઈત્યાદિ રૂપે એક જીવનો જે ઉત્કર્ષ (વૃદ્ધિ) અને અપકર્ષ (હાનિ) પ્રત્યક્ષ સંસારમાં દેખાય છે તે ઘટશે નહીં. કારણ કે જે જીવ આ ભવમાં જેવો હોય તે જીવ પરભવમાં પણ તેવો જ થાય, તો જે જીવ આ ભવમાં ઈશ્વર છે (ઐશ્વર્યવાળો છે) તે પરભવમાં પણ ઈશ્વર જ થાય (એટલે કે ઐશ્વર્યવાળો જ થાય). આ પ્રમાણે દરિદ્ર હોય તે દરિદ્ર જ થાય, કુલીન હોય એ કુલીન જ રહે અને અકુલીન હોય તે અકુલીન જ રહે. આમ આ ભવથી પરભવમાં સદેશતા માત્ર સ્વીકારતાં કર્મજન્ય જે ઉત્કર્ષ અને અપકર્ષ થાય છે તે ઘટશે નહીં અને એક ભવમાં પણ ઉત્કર્ષ-અપકર્ષરૂપ પરાવર્તન પ્રત્યક્ષ દેખાય