________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૭૧
સમાન અને અસમાન બને ભાવવાળો છે. તો સર્વથા સાદેશ્ય કેમ કહેવાય ? સર્વથા સમાનતા હોય એવું ક્યાંય બનતું નથી. II૧૭૯
ઉપર કહેલી વાત દૃષ્ટાન્ત આપીને સ્પષ્ટ સમજાવે છે - मणुओ देवीभूओ, सरिसो सत्ताइएहिं जगओ वि । देवाईहि विसरिसो, निच्चानिच्चो वि एमेव ॥१७९८॥ (मनुजो देवीभूतः सदृशः सत्तादिकैर्जगतोऽपि । देवादिभिर्विसदृशो नित्यानित्योऽप्येवमेव ॥)
ગાથાર્થ - મનુષ્ય મૃત્યુ પામીને દેવ થયો છતો સત્તા (અસ્તિત્વ) આદિ ધર્મો વડે આખાય જગતની સાથે સદેશ છે. છતાં દેવત્વાદિ પર્યાયો વડે વિદેશ = અસદેશ પણ અવશ્ય છે. આ જ પ્રમાણે નિત્યાનિત્ય પણ છે જ. /૧૭૯૮
| વિવેચન - ભાવાર્થ લગભગ ઉપર સમજાવાઈ ગયો છે. દેવદત્તાદિ નામધારી કોઈ મનુષ્ય આ ભવમાંથી મૃત્યુ પામ્યો, ત્યારબાદ તે દેવપણે ઉત્પન્ન થયો. આ રીતે મનુષ્યત્વપર્યાય અને દેવત્વપર્યાય વડે એકનો એક જીવ બને ભવોમાં સમાન નથી, વિસદેશ છે. મનુષ્ય પર્યાયમાં છે ત્યારે કવલાહારી, ભૂમિસંચારી, નિમેષ નયણી આદિ માનવતાના ધર્મવાળો છે અને દેવપર્યાયમાં લોમાહારી, અભૂમિસંસારી, અનિમેષ નયણી આદિ દેવભવના ધર્મવાળો છે માટે વિદેશ છે. છતાં અસ્તિત્વાદિ સામાન્ય ધર્મથી મનુષ્યભવમાં અને દેવભવમાં સમાન પણ છે તથા માત્ર મનુષ્ય અને દેવભવમાં જ સમાન છે એમ નહીં પણ સકલ જગતના સર્વ પદાર્થો સાથે સમાન છે. તો આ ભવ ને પરભવમાં સમાન હોય તેમાં શું આશ્ચર્ય ? તેથી એકાત્તે સદેશતા નથી. સામાન્ય ધર્મોથી સદેશતા અને વિશેષ ધર્મોથી વિદેશતા આમ બને છે.
તથા તે જ દેવદત્ત મૂલભૂત જીવદ્રવ્ય રૂપે આ ભવમાં અને પરભવમાં તેનો તે જ રહેતો હોવાથી નિત્ય છે. છતાં મનુષ્યપણે વ્યય અને દેવપણે ઉત્પાદ પામતો હોવાથી અનિત્ય પણ છે. એકભવમાં પણ દેવદત્તપણે ધ્રુવ અને પ્રતિક્ષણના પર્યાયને આશ્રયી ઉત્પાદ-વ્યયવાળો પણ અવશ્ય છે જ. આમ સર્વે પણ દ્રવ્યો દ્રવ્ય આશ્રયી નિત્ય અને પર્યાય આશ્રયી અનિત્ય હોવાથી નિત્યાનિત્ય એમ ઉભયાત્મક છે પણ એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય નથી.
પ્રશ્ન - હે ભગવાન ! અમારા વડે પણ પરભવમાં એકાન્ત સંદેશતા કહેવાતી નથી.