________________
૩૭૦
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
ઉપર સમજાવેલી વાત જ એક દૃષ્ટાન્ત આપીને ભગવાન સમજાવે છે કે - जह नियएहिं विसरिसो, न जुवा भुवि बालवुड्ढधम्मेहिं । जगओ व समो, सत्ताइएहिं तह परभवे जीवो ॥१७९७॥
( यथा निजकैरपि सदृशो न युवा भुवि बालवृद्धधर्मैः । जगतोऽपि समः सत्तादिकैस्तथा परभवे जीवः ॥ )
ગાથાર્થ - જેમ આ ભવમાં યુવાવસ્થામાં વર્તતો દેવદત્ત પોતાના અતીતકાલસંબંધી બાલ્યાદિ પર્યાયો અને ભાવિકાલસંબંધી વૃદ્ધત્વાદિ પર્યાયો વડે સમાન નથી અને અસ્તિત્વાદિ સામાન્ય ધર્મો વડે આખા જગતની સાથે સમાન છે. તેમ આ જીવ પરભવમાં પણ કેટલાક ધર્મોથી સમાન અને કેટલાક ધર્મોથી અસમાન પણ છે. ।।૧૭૯૭૫
વિવેચન - એકભવમાં દેવદત્તાદિ નામવાળો કોઈ એક પુરુષ પોતાની જેમ જેમ અવસ્થા બદલાય છે તેમ તેમ નવી નવી અવસ્થા સ્વરૂપે પરિણામ પામે છે. અતીતકાલીન અવસ્થા, વર્તમાનકાલીન અવસ્થા અને ભાવિકાલીન અવસ્થા ભિન્ન ભિન્ન હોય છે. યુવાવસ્થામાં વર્તતો તે દેવદત્તાદિ નામધારી પુરુષ ધૂળમાં રમવાનું, અવિવેકપણે મલમૂત્રાદિ કરવું વગેરે બાલચેષ્ટાનું કાર્ય કરતો નથી. બાલ્યાવસ્થામાં કરેલી ભૂલોથી શરમાય છે. તેથી તે બાલ્યાવસ્થાની સાથે સમાન નથી. બાલ્યાવસ્થાપણે વ્યય થયો છે અને યુવાવસ્થાપણે ઉત્પાદ થયો છે. તેવી જ રીતે યુવાવસ્થા પછી આવનારી વૃદ્ધાવસ્થાસ્વરૂપે હજુ ઉત્પન્ન થયો નથી તેથી યુવાવસ્થામાં યુવાવસ્થાના ભાવો જેવા ખીલેલા છે તેવા વૃદ્ધાવસ્થાના ભાવો ખીલેલા નથી, ખીલવાના છે. આ રીતે ત્રણ અવસ્થામાં વર્તતો તે દેવદત્તાદિ નામધારી પુરુષ અવસ્થાસંબંધી પર્યાયને આશ્રયી ભિન્ન ભિન્ન છે. અર્થાત્ અસમાન છે. છતાં ત્રણે અવસ્થામાં દેવદત્તાદિ નામવાળું દ્રવ્ય તેનું તે જ છે. તેથી અસ્તિત્વ (સત્તા) આદિ સામાન્ય ધર્મોથી અવશ્ય સમાન પણ છે. આ પ્રમાણે સદેશ અને અસદેશ બન્ને ભાવો સાથે છે. દેવદત્તાદિ નામધારી તે પુરુષ અસ્તિત્વાદિ ધર્મોની અપેક્ષાએ માત્ર પોતાની ત્રણે અવસ્થામાં સમાન છે એટલું જ નહીં પરંતુ આખા જગતની સાથે સમાન છે. સકલ એવા આ જગતમાં જે કોઈ પણ જડ-ચેતન પદાર્થો છે તે સર્વે પણ પદાર્થો પોતપોતાના વિશેષ ગુણધર્મોને (વિશેષ પર્યાયોને) આશ્રયી અસદેશ છે અને સામાન્ય ધર્મોને આશ્રયી સદેશ છે. તેવી જ રીતે આ ભવથી પરભવમાં ગયેલો આ જીવ પણ સર્વ પદાર્થોની સાથે તથા પોતાના અતીત ભવ અને વર્તમાન ભવ તથા અનાગત ભવમાં પણ