________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
...464
૪૬૪
સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ ભગવાન – તમારી આ શંકા બરાબર નથી. કારણ કે ગણધરાદિ ભલે ગુણસંપન્ન જરૂર છે અને ચક્રવર્તી આદિ ઋદ્ધિ સંપન જરૂર છે. પરંતુ તે મનુષ્ય છે. માતાની કુક્ષિથી જન્મેલા છે. ગર્ભ દ્વારા ઉત્પન્ન થયેલા છે, કવલાહારી છે. આકાશમાં ઉડનારા અને મનને ગમે તેવાં બે ચાર રૂપો કરનારા નથી. તેથી તે વાસ્તવિક સાચા દેવ નથી. તેઓ સાચી રીતે તો માનવ જ છે.
મૌર્યપંડિત - હે ભગવાન્ ! તે ગણધરાદિ અને ચક્રવર્તી આદિ સાચી રીતે તો ભલે મનુષ્ય જ છે. પરંતુ ઘણા ગુણી અને ઘણા ઋદ્ધિવાળા હોવાથી તેમાં દેવપણાનો ઉપચાર કરીએ તો ઉપચારથી તો આ દેવ છે. આમ કહી શકાય ને? તેથી તે ગણધર, ચક્રવર્તી આદિને જ દેવ માની લો ને ? અદેશ્ય દેવ માનવાની શી જરૂર ?
ભગવાન - જો સાચી મુખ્ય વસ્તુ અન્યત્ર ક્યાંય સિદ્ધ થઈ હોય તો જ તેનો બીજે સ્થાને ઉપચાર કરી શકાય છે. અન્યથા મુખ્ય વસ્તુ વિના ઉપચાર થતો નથી. જેમકે મુખ્ય સાચો યથાર્થ સિંહ અરણ્યાદિમાં ગર્જના કરતો સ્વતંત્ર ફરતો હોય છે. તો જ બળવાળા મનુષ્યમાં સિંહનો ઉપચાર કરાય છે. સાચો સાપ સંસારમાં છે તો જ ક્રોધી માણસમાં સાપનો ઉપચાર કરાય છે. સાચો ગધેડો જગતમાં છે તો જ બુદ્ધિહીન મનુષ્યમાં “તું તો ગધેડો છે” આમ ઉપચાર કરાય છે. એમ અહીં પણ મુખ્યપણે સાચા દેવો ક્યાંય પણ હોય છે એમ પહેલાં માનીએ તો જ ગુણ-ઋદ્ધિ સંપન્ન મનુષ્યોમાં દેવપણાનો ઉપચાર કરી શકાય. મુખ્યત્વે સાચા દેવ વૈમાનિકાદિમાં દિવ્ય શક્તિવાળા છે. આમ સ્વીકારીએ તો તેની સાથે એકાદ ધર્મની સંદેશતાથી ગણધરાદિ અને રાજા-મહારાજાદિ મનુષ્યોમાં દેવપણાનો” ઉપચાર કરી શકાય છે. અન્યથા ઉપચાર પણ કરાતો નથી. માટે ગણધરાદિમાં અને ચક્રવર્તી આદિમાં દેવપણાનો જો ઉપચાર કરવો હશે તો પણ સાચા દેવ સ્વીકારવા પડશે. /૧૮૮૦-૧૮૮૧),
જો “દેવો છે” આ વાત નહીં સ્વીકારો તો “અગ્નિહોત્ર” આદિ વેદમાં કહેલી ધર્મક્રિયાઓ નિષ્ફળ જશે. તે ક્રિયાઓનું કંઈ પણ ફળ રહેશે નહીં તે સમજાવતાં કહે
देवाभावे वऽफलं, जमग्गिहोत्ताइयाण किरियाणं । सग्गीयं जन्नाण य दाणाइफलं च तदजुत्तं ॥१८८२॥ ( देवाभावे वाऽफलं यदग्निहोत्रादिकानां क्रियाणाम् । स्वर्गीयं यज्ञानाञ्च दानादिफलञ्च तदयुक्तम् ॥)