________________
અનંતલબ્ધિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમઃ
allc
શ્રી ગણધરવાદ
ᄑᄋ
जीवे तुह संदेहो, पच्चक्खं जं न घिप्पइ घडोव्व । अच्छंतापच्चक्खं च, नत्थि लोए खपुप्फं व ॥१५४९ ॥ ( जीवे तव सन्देहः, प्रत्यक्षं यन् न गृह्यते घट इव । अत्यन्ताप्रत्यक्षञ्च, नास्ति लोके खपुष्पमिव )
ગાથાર્થ - હે ઇન્દ્રભૂતિ ! તને જીવને વિષે સંદેહ છે. કારણ કે ઘટની જેમ તે પ્રત્યક્ષ દેખાતો નથી. જે વસ્તુ અત્યન્ત અપ્રત્યક્ષ હોય છે તે વસ્તુ આકાશપુષ્પની જેમ આ લોકમાં હોતી જ નથી. ।।૧૫૪૯થી
વિવેચન - વિક્રમ સંવતથી ૪૭૦ વર્ષ પૂર્વે વૈશાખ સુદ-૧૦ ના દિવસે ઋજુવાલિકા નદીના કાંઠે પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ કેવલજ્ઞાન પામ્યા. ત્યાં ધર્મદેશના શરૂ થઈ. પરંતુ માત્ર અવિરતિ પરિણામવાળા જ જીવો હોવાથી કોઈ વિરતિ ધારણ કરનાર ન બનવાથી પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. ત્યાર બાદ બીજા દિવસે મહસેનવનમાં ધર્મદેશના શરૂ થઈ. વૈશાખ સુદ-૧૧ નો દિવસ હતો. અનેક દેવ-દેવીઓ આકાશમાર્ગે આવી રહ્યાં છે. ઘણો માનવમહેરામણ પણ આવ્યો છે. પશુ-પક્ષીઓ પણ ધર્મ સાંભળવા આવી રહ્યાં છે.
તે મહસેનવનની નિકટની ભૂમિમાં મંડાયેલ યજ્ઞમંડપની અંદર ઈન્દ્રભૂતિ-અગ્નિભૂતિ વગેરે ૧૧ મહાન પંડિત બ્રાહ્મણો છે. આકાશમાં આવતા-જતા દેવોને જોઈને યજ્ઞના પ્રભાવને માની આ પંડિત બ્રાહ્મણો ઘણા રાજી-રાજી થાય છે. લોકોને કહે છે કે આપણા યજ્ઞનો સાક્ષાત્ કેવો પ્રભાવ છે કે દેવો પણ આ યજ્ઞ જોવા માટે આવી રહ્યા છે. પરંતુ જ્યાં યજ્ઞમંડપની ભૂમિને છોડીને દેવોને આગળ જતા દેખે છે ત્યાં સ્તબ્ધ થઈ જાય છે. ઠંડા પડી જાય છે અને તે બાજુ જતા-આવતા લોકોને પૂછે છે કે “આ દેવો અમારા યજ્ઞમંડપને છોડીને આગળ આગળ ક્યાં જાય છે ? ત્યારે લોકોએ કહ્યું કે અહીં નજીકમાં જ સર્વજ્ઞ સર્વદર્શી શ્રી મહાવીરપ્રભુ બીરાજે છે. તેઓને કેવલજ્ઞાન પ્રગટ થયું છે. તેઓના કેવલજ્ઞાનનો મહોત્સવ ઉજવવા અને ધર્મદેશના સાંભળવા આ બધા દેવ-દેવીઓ અને માનવો ત્યાં જઈ રહ્યા છે.