SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ અગિયારમાં ગણધર - પ્રભાસ ૫૬ ૩ આવો સંશય ધરાવો છો કે નિર્વાણ (મોક્ષ) છે કે નહીં ? વેદપદોના અર્થને તમે જાણતા નથી. તે વેદપદોના સાચા અર્થ આ પ્રમાણે છે. /૧૯૭૩-૧૯૭૪ll વિવેચન - પ્રભાસપંડિતજીને નજીક આવેલા જાણીને જન્મ-જરા મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ તેમના નામ અને ગોત્ર સાથે તેમને બોલાવ્યા અને પ્રભાસજી કંઈ પ્રશ્ન કરે તે પહેલાં જ કેવલજ્ઞાનથી તેઓના હૃદયગત પ્રશ્નને જાણીને પરમાત્માએ સુધાસમાન વાણીથી વાતનો પ્રારંભ કર્યો. હે આયુષ્યમાન્ પ્રભાસ ! તમે તમારા મનમાં શું મોક્ષ છે કે મોક્ષ નથી ? આવા પ્રકારનો નિર્વાણવિષયક સંશય ધરાવો છો. પરસ્પર વિરુદ્ધ એવાં વેદોના પદોના શ્રવણથી તમને આ સંશય થયેલો છે. તે વેદનાં પદો આ પ્રમાણે છે - (१) जरामर्यं वैतत् सर्वं यदग्निहोत्रम् (૨) ઔષા મુદ્દા તુરવઠા (3) द्वे ब्रह्मणी परमपरं च, तत्र परं सत्यं ज्ञानमनन्तरं ब्रह्म ઉપરોક્ત વેદના પદોના અર્થો તમારા મનમાં આ પ્રમાણે વર્તે છે. (૧) જે આ અગ્નિહોત્ર યજ્ઞ છે તે ઘડપણ આવે ત્યાં સુધી અર્થાત્ યાવજીવ સુધી કરવો જોઈએ. નરમર્થ શબ્દનો અર્થ થાવજીવ સુધી આ યજ્ઞ કરવો જોઈએ. મૃત્યુનો અંતિમ દિવસ આવે ત્યાં સુધી અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ કે જે ક્રિયા ભૂતોના (જીવોના) વધનો હેતુ હોવાથી નિરવદ્ય નથી પણ સાવદ્ય છે. જો કે તે ધર્મક્રિયા પણ નિરવદ્યા હોત તો મોક્ષહેતુ થાત. પરંતુ આ ક્રિયા સાવદ્ય છે. તેથી સ્વર્ગહેતુ જ બને છે. અપવર્ગહેતુ બનતી નથી. અગ્નિહોત્ર યજ્ઞની આ ક્રિયા સ્વર્ગહેતુ છે પણ મોક્ષહેતુ નથી. તથા તે ક્રિયા યાવજીવ કરવાની કહી છે. તેથી મોક્ષની ક્રિયા કરવાનો કોઈ કાલ જ નથી કે જ્યાં મોક્ષના હેતુભૂત ક્રિયા કરી શકાય. તેથી મુક્તિની પ્રાપ્તિના હેતુભૂત ધર્મક્રિયા કરવાનો કાલ ન હોવાથી સાધનના અભાવે સાધ્યનો (મોક્ષનો) પણ અભાવ છે. તેથી આ વેદવાક્યો મોક્ષના અભાવને સૂચવનારાં છે. એમ તમારું માનવું છે. બાકીનાં બને વાક્યો મોક્ષના અસ્તિત્વને સૂચવનારાં છે. કારણ કે “ઔષા ગુદા ટુરવIT” આ વાક્યમાં જે મુદ્દા શબ્દ છે તેનો અર્થ [વિત થાય છે. તે આ મુક્તિ સંસારમાં જ સુખ માનનારા જીવોને દુરવદ = દુઃખે દુઃખે પ્રાપ્ત કરાય તેવી છે. તેનો અર્થ એ થયો કે મુક્તિ છે ખરી, પણ સંસારાભિનંદી જીવો વડે પ્રાપ્ત કરવી દુષ્કર છે. આ વાક્ય મુક્તિના અસ્તિત્વને સૂચવનારું છે.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy