________________
૩૮૮
છઠ્ઠા ગણધર - મંડિક
આ વિષયમાં પ્રશ્ન અને ઉત્તર સમજાવે છે
-
कम्मं करणमसिद्धं व ते मई कज्जओ तयं सिद्धं । किरियाफलओ य पुणो पडिवज्ज तमग्गिभूइव्व ॥ १८१६ ॥
( कर्म करणमसिद्धं वा तव मतिः कार्यतस्तत् सिद्धम् । क्रियाफलतश्च पुनः प्रतिपद्यस्व तदग्निभूतिरिव ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - કર્મ એ કરણ છે” આ વાત અસિદ્ધ (ખોટી છે) આવી કદાચ તમારી બુદ્ધિ થાય તો કાર્ય દ્વારા કર્મનું કરણપણું સિદ્ધ થાય છે તથા ક્રિયાઓ ફળવાળી હોવાથી અગ્નિભૂતિની જેમ ફળરૂપે તે કર્મનું કરણપણું તમે સ્વીકારો. ૧૮૧૬॥
વિવેચન - હૈ મંડિકબ્રાહ્મણ ! અહીં કદાચ તમારી બુદ્ધિ આવી થાય. અર્થાત્ તમને આવી શંકા થાય કે ઘટ બનાવતા કુલાલને દંડ-ચક્રાદિ અવશ્ય કરણ છે. કારણ કે તે ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી દેખાય છે. જે જે કરણ હોય છે તે તે ઈન્દ્રિયગોચર હોય છે. જેમકે ઘટ બનાવવામાં દંડ-ચક્રાદિ, પટ બનાવવામાં તુરી-વેમાદિ, જ્યારે અહીં “કર્મ” કોઈપણ ઈન્દ્રિયોથી જણાતું નથી એટલે કે તે અતીન્દ્રિય છે અને જે અતીન્દ્રિય હોય છે તે વસ્તુ દેખાતી જ નથી. તેથી “તે જ” એવી પણ હજુ સિદ્ધિ નથી તો તે “કરણરૂપે હશે” આમ કેમ માની શકાય ? અર્થાત્ અતીન્દ્રિય હોવાથી કર્મ જ અસિદ્ધ છે કર્મ નથી જ એમ સમજાય છે. તો તેનું કરણપણું તો અસિદ્ધ જ થશે.
આવો પ્રશ્ન કરવો તે અયુક્ત છે. અતીન્દ્રિય વસ્તુ પણ કાર્ય દ્વારા પ્રત્યક્ષ થાય છે. જેમ પરમાણુ-ચણુક-ચણુક આદિ અતિશય સૂક્ષ્મ હોવાથી દૃષ્ટિગોચર થતા નથી. તેથી અતીન્દ્રિય છે. પરંતુ તે પરમાણુઓના સમૂહથી કાર્યરૂપે બનેલો ઘટ દૃષ્ટિગોચર થાય છે. તેથી ઘટાત્મક કાર્ય દ્વારા અતીન્દ્રિય પરમાણુ આદિ પણ અંશથી પ્રત્યક્ષ છે જ. તેવી રીતે કર્તા એવા આત્મા દ્વારા શરીર અને ઈન્દ્રિયાદિની રચના કરવા રૂપ જે કાર્ય કરાયું છે તે અતીન્દ્રિય એવા કોઈ કરણપૂર્વક જ કરાયું છે. આ કાર્યમાં જે કરણ છે તે જ કર્મ છે. મુક્તિગત જીવોને કર્મ નામનું કરણ નથી, માટે તેઓ શરીર અને ઈન્દ્રિયાદિની રચના
કરતા નથી. તેનો અનુમાનપ્રયોગ આ પ્રમાણે
‘‘શરીરાતિ, વિદ્યમાનરામ્, તત્ત્વાત્, પટવત્'' શરીર અને ઈન્દ્રિયો વગેરેનું કોઈને કોઈ કરણ છે. કાર્ય હોવાથી, ઘટની જેમ, જે જે કાર્ય હોય છે તે તે અવશ્ય કરણવાળું જ હોય છે. જેમ ઘટ એ કાર્ય છે તો તેનાં દંડ-ચક્રાદિ કરણ છે, તેમ અહીં