________________
ગણધરવાદ છટ્ટા ગણધર - મંડિક
૩૮૭ કહેવાય છે. “કર્મનું જે કરવું એ જ કર્મનો બંધ છે” આ રીતે દેહ દ્વારા કર્મનું કરવું સિદ્ધ કર્યું, એ બંધ જ સિદ્ધ કર્યો છે. તેથી બંધની સિદ્ધિ થઈ કેમ ન કહેવાય ? એટલે કે કર્મના બંધની જ સિદ્ધિ કરી છે એમ સમજવું. ll૧૮૧૪ll
અહીં એક પ્રશ્ન થાય છે કે “જે કરાય છે તે કર્મ છે” તો આ કર્મનો અને તજ્જન્ય દેહનો કર્તા કોણ છે ? તે સમજાવે છે.
कत्ता जीवो कम्मस्स करणओ जह घडस्स घडकारो । एवं चिय देहस्स वि, कम्मकरणसंभवाउत्ति ॥१८१५॥ (कर्ता जीवः कर्मण: करणतो यथा घटस्य घटकारः । एवमेव देहस्यापि कर्मकरणसम्भवादिति ॥)
ગાથાર્થ - જેમ ઘટકાર (કુલાલ) કરણયુક્ત હોવાથી ઘટનો કર્તા છે તેમ આ જીવ પણ કરણયુક્ત હોવાથી કર્મનો કર્યા છે એવી જ રીતે આ જીવ કર્મ નામના કરણયુક્ત હોવાથી દેહનો પણ કર્યા છે. ૧૮૧૫ll
વિવેચન - ઘટ બનાવવામાં દંડ-ચક્રાદિ નિમિત્તકારણ છે અને માટી એ ઉપાદાનકારણ છે. આ બન્ને પ્રકારનાં કારણો હોય તો જ ઘટાત્મક કાર્ય બને છે. તેથી આ બન્ને પ્રકારનાં કારણો ઘટ બનાવવામાં અસાધારણ કારણ હોવાથી “કરણ” કહેવાય છે. જ્યારે જ્યારે કર્તા એવો કુલાલ ઉપાદાન અને નિમિત્તભૂત એવાં કરણોથી યુક્ત હોય છે ત્યારે ત્યારે તેના દ્વારા ઘટાત્મક કાર્ય નીપજે છે. એવી રીતે આ આત્મા કર્મબંધના સાધનભૂત એવા ઉપાદાન અને નિમિત્તભૂત કરણોથી જ્યાં સુધી યુક્ત છે ત્યાં સુધી તે આત્મા કર્મોનો કર્તા છે. કર્મબંધમાં કરણરૂપે મુખ્યત્વે શરીર જાણવું. કારણ કે શરીર દ્વારા જ મન-વચન અને કાયાના શુભાશુભ યોગો પ્રવર્તે છે. માટે શરીર એ કર્મબંધનું કરણ હોવાથી = અસાધારણ કારણ હોવાથી આ જીવ કર્મોનો કર્તા છે.
એવી જ રીતે દેહનો કર્તા પણ આ જીવ જ છે. ત્યાં પૂર્વે બાંધેલા કર્મોનો ઉદય એ કરણ સમજવું. જ્યાં સુધી પૂર્વબદ્ધ કર્મોનો ઉદય પ્રવર્તે છે ત્યાં સુધી કરણયુક્ત જીવ હોવાથી શરીરની રચના કરે છે. આ પ્રમાણે કર્મનો અને દેહનો એમ બન્નેનો કર્તા જીવ છે અને શરીરની રચનામાં પૂર્વબદ્ધ કર્મનો ઉદય કરણ છે અને નવા બંધાતા કર્મમાં પ્રાપ્ત થયેલ દેહ એ જ કારણ છે આમ વિવેક કરવો. ll૧૮૧૫