________________
૩૮૬
છઠ્ઠા ગણધર - મંડિક
अस्थि स देहो जो कम्मकारणं जो य कज्जमण्णस्स । कम्मं च देहकारणमत्थि य जं कज्जमण्णस्स ॥१८१४ ॥
( अस्ति स देहो यः कर्मकारणं यश्च कार्यमन्यस्य ।
कर्म च देहकारणमस्ति च यत् कार्यमन्यस्य ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - દેહ (શરીર) એ એક એવી વસ્તુ છે કે જે ભાવિમાં બંધાનારા કર્મોનું કારણ છે અને ભૂતકાલમાં બાંધેલાં અન્ય કર્મોનું જે કાર્ય છે. એવી જ રીતે કર્મ પણ ભાવિના દેહનું કારણ છે અને ભૂતકાલીન એવા અન્ય દેહનું જે કાર્ય છે. ૧૮૧૪
વિવેચન - “દેહ અને કર્મની પરંપરા” કેવી રીતે અનાદિની છે તે વાત આ ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. વર્તમાનકાલીન દેહ એવો છે કે જે પ્રતિદિન મન-વચન અને કાયાના
યોગો દ્વારા આગળ-આગળ બંધાતા કર્મોનું કારણ બને છે અને આ જ દેહ અતીતકાલમાં (પૂર્વભવમાં) બાંધેલા અન્ય એવા આયુષ્યકર્મ અને નામકર્મના ઉદયથી થયેલ છે. એટલે કે પૂર્વકૃતકર્મના કાર્યરૂપે આ દેહ છે અને ભાવિમાં બંધાનારા કર્મના કારણરૂપે આ દેહ છે. આમ આ દેહ કારણ પણ છે અને કાર્ય પણ છે. તેવી જ રીતે કર્મ પણ ભૂતકાલીન શરીરથી બંધાયેલું છે. માટે ભૂતકાલીન શરીરનું કાર્ય છે અને આગલા ભવના શરીરની પ્રાપ્તિનું કારણ છે. માટે આગલા ભવના શરીરને આશ્રયી કારણ પણ છે. આમ દેહ પણ કાર્ય-કારણ બન્ને રૂપે છે અને કર્મ પણ કાર્ય-કારણ બન્ને રૂપે છે.
આ પ્રમાણે દેહનું કારણ પૂર્વકાલીન કર્મ, તે કર્મનું કારણ તેની પૂર્વનો દેહ. તે દેહનું કારણ તેના પણ પૂર્વકાલનું કર્મ. આમ આ પરંપરા બીજ-અંકુરાની જેમ અનાદિની છે. આ દેહ અને કર્મની કાર્ય-કારણભાવે રહેલી પરંપરા અનાદિ એવા આ સંસારમાં ભૂતકાલમાં ક્યાંય વિશ્રામ પામેલી નથી. તેથી “દેહ અને કર્મની સંતાન (પરંપરા)” અનાદિની છે.
પ્રશ્ન - આત્માને કર્મનો બંધ અને મોક્ષ છે કે નહીં. આ વિષયની આપણે ચર્ચા ચાલે છે. તેથી બંધ-મોક્ષ સાધવા જોઈએ. તેને બદલે દેહ અને કર્મની પરંપરા અનાદિની છે. આ સાધવું તે અસંબદ્ધ જેવું દેખાય છે. પ્રસંગ વિનાની વાત તમે કરતા હો એમ લાગે છે.
ઉત્તર - તમારો આ પ્રશ્ન વ્યાજબી નથી. અયુક્ત છે. તમે હજુ અમારા અભિપ્રાયને સમજ્યા નથી. ‘‘અતં ર્મ ન સન્મવતિ'' કર્યા વિનાનું કર્મ હોઈ શકતું નથી. એટલે કે ‘“યિતે કૃતિ મં’' જે આ જીવ વડે શરીર દ્વારા કરાય છે (બંધાય છે) તેને જ કર્મ