________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૯૯ છે તો તેની અંદર રહેલા પરમાણુઓ પણ તે તે કાર્યથી ગમ્ય કહેવાય છે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે -
मूर्तोऽणुरप्रदेशः कारणमन्त्यं भवेत् तथा नित्यः । एकरस-वर्ण-गन्धो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥
“પરમાણુ નામનો સૂક્ષ્મપદાર્થ મૂર્તિ છે, અપ્રદેશ છે, કારણ છે, અન્ય અવયવરૂપ છે, નિત્ય છે, એકરસવાળો, એક ગંધવાળો અને એક વર્ણવાળો છે, બે સ્પર્શવાળો છે તથા તેના તે તે કાર્યથી આ પરમાણુ ગમ્ય છે.”
પ્રશ્ન - તમે જેને પરમાણુ કહો છો તે પણ “સપ્રદેશી” હોય - તેના પણ અવયવ હોય-પ્રદેશો હોય એવું કેમ ન બને ?
ઉત્તર - પરમાણુ એ અંતિમ અવયવ હોવાથી અપ્રદેશી છે તેને પ્રદેશો હોતા નથી. જો તેને પ્રદેશો હોય તો તેને સ્કંધ કહેવાય છે. પરમાણુ કહેવાતો નથી. વળી જો પરમાણુને પણ સપ્રદેશી માનશો તો તેના જે પ્રદેશો માન્યા તેને પરમાણુ માનવા પડશે અને તે પરમાણુને પણ જો સપ્રદેશી માનશો તો તેના પ્રદેશોને પરમાણુ માનવા પડશે, છેવટે જ્યાં ક્યાંય તમારી બુદ્ધિનો નિષ્પદેશ તરીકે વિરામ થશે ત્યાં તો પરમાણુ માનવા જ પડશે, છેવટે તે અંતિમ પરમાણુમાં પણ સામગ્રીજન્યત્વ નથી, આ વાત તો સિદ્ધ થશે જ. તેથી “સામગ્રીજન્યત્વ” નામનો તમારો હેતુ વ્યભિચારી દોષવાળો હોવાથી હેત્વાભાસ છે, ખોટો હેતુ છે. તેથી તમારી શૂન્યતાની વાત બરાબર નથી. ./૧૭૩૭ll
કદાચ તમે એમ કહો કે જે જે સામગ્રીજન્ય હોય છે તે તે જ વસ્તુ જગતમાં હોય છે. જેમકે ઘટ, પટ. પરંતુ પરમાણુઓ તો સામગ્રીજન્ય નથી. તેથી પરમાણુઓ આ સંસારમાં નથી જ. આમ માનીએ તો શું દોષ આવે ? સારાંશ કે પરમાણુઓ છે જ નહીં, સામગ્રીજન્ય ન હોવાથી. આમ માનીએ તો શું દોષ આવે? તે જણાવે છે -
दीसइ सामग्गीमयं न याणवो संति नणु विरुद्धमिदं । किं वाणूणमभावे, निष्फण्णमिणं खपुष्फेहिं ॥१७३८॥ (दृश्यते सामग्रीमयं न चाणवः सन्ति ननु विरुद्धमिदम् । किं वाऽणूनामभावे, निष्पन्नमिदं खपुष्पैः ॥)
ગાથાર્થ – “કાર્ય સામગ્રીમય દેખાય છે અને પરમાણુઓ જગતમાં નથી” આમ માનવું તે પરસ્પર વિરુદ્ધ છે. અથવા પરમાણુઓનો અભાવ હોય તો આકાશપુષ્પાદિથી ઘટ-પટ કાર્ય કેમ બનતાં નથી ? ||૧૭૩૮