________________
૩૦૦ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ વિવેચન - સામગ્રીથી જન્ય નથી માટે પરમાણુઓ નથી, આવું જો તમે કહેશો તો તમને તમારા પોતાના વચનનો જ પૂર્વાપર વિરોધ આવશે. કારણ કે પહેલાં તમે ગાથા ૧૬૯૫ માં “વીસટ્ટ સામ પીપથ' વગેરે પાઠમાં એવું કહેલું કે “સર્વે પણ કાર્ય સામગ્રીમય જ દેખાય છે... અને હવે કહો છો કે નઈવ: સન્તિ = પરમાણુઓ નથી. શું આ વચન પૂર્વાપર વિરુદ્ધ ન થયું ? આગળ કહો છો કે “છે” અને પાછળ કહો છો કે “નથી” આમ સ્વવચનનો જ વિરોધ આવશે. માટે તમારી આ વાત બરાબર નથી.
સામગ્રીમય જે ઘટ-પટ આદિ કાર્યસમૂહ તમને દેખાય છે તે જ ઘટ-પટ આદિ કાર્ય પરમાણુઓના સંઘાતાત્મક છે. તેથી જો પરમાણુઓના સમૂહાત્મક ઘટ-પટ દેખાય છે તો તેમાં પરમાણુઓ પણ અંશથી છે જ, માટે નથી એમ કહેવામાં પોતાના જ વચનનો પૂર્વાપર વિરોધ આવે. તેથી “પરમાણુઓ નથી” એમ કેમ કહેવાય ?
વળી બીજો એ પણ દોષ આવે છે કે જો પરમાણુઓ નથી અને ઘટ-પટાદિ કાર્ય દેખાય છે, તો ત્યાં પરમાણુઓ ન માન્યા હોવાથી પરમાણુઓથી તો આ કાર્ય બન્યું નથી એ વાત નક્કી છે. તો શું આકાશ-પુષ્પાદિ જેવા સર્વથા અસત્ પદાર્થોમાંથી જ આ કાર્ય થયું છે? આમ જ માનવાનું રહેશે. કારણ કે તમે પરમાણુઓ નથી એમ માન્યું છે. હવે પરમાણુઓનો જ અભાવ હોવાથી ઘટ-પટાદિ કાર્યની જનક એવી મૃતિંડ અને તન્દુસમૂહાદિ સામગ્રીનો તો અભાવ જ છે. એટલે આ કાર્યો આકાશપુષ્પ, વધ્યાપુત્ર કે ખરશૃંગાદિ જેવા સર્વથા અસત્ પદાર્થો વડે જ કરાયાં હશે, આમ જ માનવાનું રહ્યું. જે સર્વથા લોકવ્યવહારથી વિરુદ્ધ છે. માટે કંઈક સમજો. તમે જ કહો છો કે “સામગ્રીમય આ ઘટપટાદિ કાર્ય દેખાય છે તો આવું માનતા હોવાથી તે તે સામગ્રીના જનક પરમાણુઓ પણ જગતમાં છે જ આમ માનવું જોઈએ અને તેથી શૂન્યતા નથી આમ સ્વીકારી લેવું જોઈએ. ખોટી દલીલો ન કરવી જોઈએ. ll૧૭૩૮
ગાથા ૧૬૯૬ માં “પરમારિસો '' ઈત્યાદિ પદોમાં પરભાગ અને મધ્યભાગ દેખાતો નથી માટે નથી. આરાભાગ દેખાય છે પણ અન્ય-અન્ય ભાગો વડે અંતરિત છે માટે દેખાતો નથી. તેથી તે પણ નથી. તથા સર્વથા પ્રથમ આરાદભાગ પરમારસ્વરૂપ હોવાથી અતિશય સુક્ષ્મ છે માટે દેખાતો નથી. તેથી તે પણ નથી. ઈત્યાદિ કહીને તમે શૂન્યતાની જે સ્થાપના કરી છે ત્યાં હવે ઉત્તર અપાય છે -
दिस्सस्साराभागो घेप्पइ न य सोत्ति नणु विरुद्धमिणं । सव्वाभावे वि न सो, घेप्पइ किं खरविसाणस्स? ॥१७३९॥