________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૦૧
(दृश्यस्याराद्भागो, गृह्यते न च स इति ननु विरुद्धमिदम् । सर्वाभावेऽपि न स गृह्यते किं खरविषाणस्य? ॥)
ગાથાર્થ - દૃશ્ય વસ્તુનો આરાભાગ દેખાય છે અને તે નથી આમ બોલવું તે પરસ્પર વિરુદ્ધ છે. સર્વનો અભાવ તુલ્ય હોવા છતાં પણ ખરવિષાણનો તે આરાભાગ કેમ દેખાતો નથી ? /૧૭૩૯ો.
વિવેચન - ગાથા ૧૬૯૬ માં શૂન્યવાદી વ્યક્ત પંડિતે આવા પ્રકારની દલીલો કરેલી હતી કે ઘટ-પટ આદિ કોઈપણ પદાર્થના આરામ્ભાગ (આગલો ભાગ), મધ્યભાગ અને પશ્ચાદ ભાગ (પરભાગ અર્થાત પાછલો ભાગ) એમ ત્રણ જાતના ભાગ હોય છે. ત્યાં પરભાગ અને મધ્યભાગ દેખાતા નથી, માટે નથી અને “આરામ્ભાગ” દેખાય તો છે, પરંતુ તેના પણ અભરખની જેમ અનેક પડલ હોવાથી આગલા ભાગો પાછલા અન્યઅન્ય ભાગો વડે ઢંકાયેલા હોવાથી દેખાતા નથી. માટે નથી. તથા સૌથી ઉપરવાળો આરાહ્માગ પરમાણુઓના સમૂહસ્વરૂપે પ્રતરાત્મક હોવાથી અતિશય સૂક્ષ્મ છે. માટે દેખાતો નથી, તેથી નથી. આમ સર્વ ભાગો ન હોવાથી શૂન્યતા જ છે આવી દલીલો પૂર્વે કરેલી. તેનો ઉત્તર આપતાં પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે કે -
એકબાજુ તમે એમ કહો છો કે દેશ્ય વસ્તુનો સૌથી આરાભાગ જે છે તે સૂક્ષ્મ હોવાથી દેખાતો નથી. તો આ વાક્યથી તમે આરાભાગનું અસ્તિત્વ સ્વીકારો છો અને પછી કહો છો કે “૧ ૨ :” દેખાતો ન હોવાથી તે આરાભાગ નથી. આમ બન્ને સ્થાને જુદું જુદું બોલવાથી પરસ્પર વિરુદ્ધ વચન બોલ્યાનો દોષ તમને લાગે છે. જો આરામ્ભાગ છે એમ માનો છો તો “તે નથી” આમ કેમ કહો છો ? જો આરાભાગ નથી તો છે એમ કેમ કહો છો ? અને છે તો નથી કેમ કહો છો ? આ તમારું વચન પરસ્પર વિરુદ્ધ છે.
પ્રશ્ન - અહીં કદાચ તમે એવો બચાવ કરો કે સર્વે પદાર્થોનો અભાવ જ છે. તેથી ઘટ-પટ આદિ પદાર્થોના પરભાગ-મધ્યભાગ અને આરામ્ભાગોનો પણ અભાવ જ છે. પરંતુ તિમિરના રોગવાળાને જેમ ભ્રમથી શ્વેતવસ્તુ પણ પીળી દેખાય છે તેમ અનાદિકાલીન મિથ્યાવાસનાના બલે ભ્રાન્તિથી આ આરાભાગ દેખાય છે. એમ અમારું કહેવું છે. પરમાર્થથી તો નથી જ.
ઉત્તર - તમારો આ બચાવ પણ વ્યાજબી નથી. જો ઘટ-પટ આદિ વસ્તુઓનો સર્વથા અભાવ જ હોય અને ભ્રાન્તિથી તેનો આરાભાગ દેખાતો હોય તો આકાશપુષ્પ, વધ્યાપુત્ર, ખરશૃંગ વગેરે ભાવો પણ સર્વથા અસત્ હોવાથી તેનો પણ સર્વથા અભાવ જ