________________
८४
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ વિશિષ્ટ જ્ઞાન છે તે જ ભૂતોની સાથે આલંબનરૂપે અન્વય-વ્યતિરેકને અનુસરવાવાળું છે અને તે પણ વિષયસ્વરૂપે નિમિત્તભાવે અનુસરનારું છે. પણ ઉપાદાનભાવે ભૂતોને અનુસરનારું નથી. કારણ કે તે જ્ઞાન ભૂતોમાંથી જન્મ પામતું જ નથી. પુરુષમાં જ (આત્મામાં જ) જ્ઞાન જન્મ પામે છે ભૂતો તો શેયરૂપે એટલે કે વિષયસ્વરૂપે નિમિત્તમાત્ર બને છે. તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી.
તથા વિશિષ્ટજ્ઞાન પોતાની ઉત્પત્તિમાં ભૂતોની નિમિત્તતા રાખે છે. તેથી તેના અન્વય-વ્યતિરેકને અનુસરે છે પરંતુ “સામાન્યથી જ્ઞાનમાત્રની ધારા” ભૂતોને અનુસરનારી નથી. ભૂતો વિષયસ્વરૂપે સામે ભલે હોય કે ન હોય તો પણ પુરુષમાં (આત્મામાં) જ્ઞાનની ધારા ચાલુ જ રહે છે. કારણ કે જ્ઞાન એ આત્માનો ગુણ છે. તેથી જ્ઞાનમાત્ર જીવની સાથે જ અન્વય-વ્યતિરેક ધરાવે છે. મુક્તદશામાં ભૂતો નથી તો પણ જીવને જ્ઞાન હોય છે અને મૃતકશરીરમાં ભૂતો છે તો પણ જ્ઞાન થતું નથી. તેથી જ્ઞાન એ ભૂતોની સાથે અન્વયવ્યતિરેક ધરાવતું નથી પરંતુ જીવની સાથે અન્વય-વ્યતિરેક ધરાવે છે.
તથા વેદશાસ્ત્રોમાં પણ જ્ઞાન એ જીવની સાથે અન્વય-વ્યતિરેક સંબંધ ધરાવે છે આવું જ કહેલું છે. તે વેદપાઠ આ પ્રમાણે છે. “અસ્તમત્તે વિત્યે, યાજ્ઞવચ ! चन्द्रमस्यस्तमिते, शान्तेऽग्नौ शान्तायां वाचि, किंज्योतिरेवायं पुरुषः, आत्मज्योतिः सम्राडिति હોવીર' = હે યાજ્ઞવક્ય ! જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય, ચંદ્ર અસ્ત થઈ જાય, અગ્નિ શાન્ત થઈ જાય અને વાચા શાન્ત થઈ જાય ત્યારે આ પુરુષ (આત્મા) કયા અને કેવા વિષયની જ્યોતિવાળો બને છે ? હે રાજન્ ! તે કાલે આ પુરુષ (બાહ્ય શેયવિષય કોઈ નહી હોવાથી) આત્મજ્યોતિરૂપ બને છે. (તે કાલે આ આત્મા જ જ્ઞાનમય રૂપે પ્રકાશ છે. પરને નિમિત્ત બનાવીને જ્ઞાન પ્રગટ કરવાને બદલે સ્વયં આત્મા પોતે જ જ્ઞાનમયપણે ઝળકે છે) અહીં જ્યોતિ શબ્દનો અર્થ જ્ઞાન માત્ર છે અને તે જ્યોતિ આત્મામાં છે. પણ ભૂતોમાં તે જ્યોતિ નથી. “માત્મા ઇવ પોતિર્થી સોમાત્મળ્યોતિજ્ઞનાત્મ% તિ દંતયમ્'' આત્મા (જ્ઞાન) એ જ છે જ્યોતિ જેની એવો તે આ આત્મા આત્મજ્યોતિ સ્વરૂપ એટલે જ્ઞાનમય આત્મા છે.
આ પ્રમાણે વેદના આ પાઠોમાં પણ જીવને જ્ઞાનમય કહ્યો છે. પણ વિજ્ઞાનઘન એ ભૂતોનો ધર્મ કહ્યો નથી. તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી. આત્માનો જ ધર્મ છે. માત્ર આત્મામાં જ ઉત્પન્ન થતું એવું આ જ્ઞાન ભૂતોને શેયસ્વરૂપે (જાણવાના માત્ર નિમિત્તભાવ) આલંબન જ બનાવે છે પણ તેમાંથી જન્મ પામતું નથી. ll૧૫૯૭-૧૫૯૮