________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ तदभावे भावाओ, भावे चाभावओ न तद्धम्मो । जह घडभावाभावे, विवज्जयाओ पडो भिन्नो ॥१५९९॥ (तदभावे भावाद् भावे चाभावतो न तद्धर्मः ।
યથા વેટમાવામાવે, વિપર્યયાત્ પટો fમન: I)
ગાથાર્થ - તે ભૂતોના અભાવમાં પણ જ્ઞાન હોય છે અને તે ભૂતો હોવા છતાં જ્ઞાન નથી પણ હોતું. તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી. જેમ ઘટના ભાવમાં અને ઘટના અભાવમાં પટનો વિપર્યય હોવાથી પટ એ ઘટથી ભિન્ન છે. /૧૫૯૯
વિવેચન - જ્ઞાન એ પૃથ્વી આદિ પાંચ ભૂતોની સાથે અન્વય-વ્યતિરેક ધરાવતું નથી. તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી. કારણ કે મુક્તાવસ્થામાં કેવલ એકલો આત્મા જ હોય છે. શરીર કે શરીરસંબંધી પાંચ ભૂતો ત્યાં નથી. એટલે કે ભૂતોનો અભાવ છે તો પણ તે મુક્તાત્મામાં અનંતજ્ઞાન અને અનંતદર્શન પ્રગટ થયેલાં વર્તે છે. તથા જે શરીરમાંથી આત્મા મૃત્યુ પામેલો છે તેવા મૃતશરીરમાં પાંચે ભૂતો છે તો પણ જ્ઞાનનો લવ પણ નથી. તેથી નક્કી થાય છે કે જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી. પરંતુ ભૂતોથી ભિન્ન એવા આત્મા નામના પદાર્થનો ધર્મ છે.
જેમ “પટ” એ ઘટનો ધર્મ કહેવાય નહીં. કારણ કે ઘટના ભાવ અને અભાવમાં પટનો વિપર્યય હોય છે. એટલે કે જ્યાં જ્યાં ઘટનો ભાવ હોય છે (એટલે કે ઘટ વિદ્યમાન હોય છે, ત્યાં ત્યાં પટ હોય જ એવો નિયમ નથી અને જ્યાં જ્યાં ઘટનો અભાવ હોય છે ત્યાં ત્યાં પટનો અભાવ જ હોય એવો પણ નિયમ નથી. આમ હોવાથી ઘટને અને પટને કંઈ લેવા-દેવા (સંબંધ) ન હોવાથી “પટ” એ ઘટથી ભિન્ન પદાર્થ છે. પરંતુ ઘટનો ધર્મ નથી. તે જ રીતે મૃત શરીરમાં ભૂતોની હાજરીમાં જ્ઞાનનો અભાવ છે અને મુક્તાવસ્થામાં ભૂતોના અભાવમાં પણ જ્ઞાનની વિદ્યમાનતા છે. તેથી ભૂતોને અને જ્ઞાનને ઉપાદાન-ઉપાદેયભાવનો સંબંધ નથી. માટે જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી. ll૧૫૯૯.
આ પ્રમાણે કેટલાંક વેદપદોનો અર્થ સમજાવીને હવે આ વાતનો ઉપસંહાર કરતા તથા બાકીનાં સર્વે પણ વેદપદોનો અર્થ સંક્ષેપથી સમજાવતા ભગવાન્ શ્રી મહાવીરપ્રભુ
एसिं वेयपयाणं न तमत्थं वियसि अहवा सव्वेसिं । अत्थो किं होज सुई, विण्णाणं वत्थुभेओ वा ॥१६००॥