________________
૮૩
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ વિવેચન વિજ્ઞાનના સમૂહાત્મક આત્મા નામનું દ્રવ્ય સ્વતંત્ર છે પણ ભૂતોમાંથી આત્મા ઉત્પન્ન થાય છે અને ભૂતોમાં જ સમાપ્ત થઈ જાય છે આમ નથી. કારણ કે વિજ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી, આત્માનો ધર્મ છે. આ વાત હમણાં જ વેદવાક્યોનો સાચો અર્થ કરીને સમજાવી છે તથા પ્રત્યક્ષ અને અનુમાનાદિ પ્રમાણથી પણ સમજાવી છે. તો પણ ઈન્દ્રભૂતિના મનમાંથી હજુ શંકા દૂર થતી નથી. તેથી ફરીથી પ્રશ્ન કરે છે.
ઈન્દ્રભૂતિ કહે છે કે હે ભગવાન્ ! વિજ્ઞાનનો ઘન ઉત્પન્ન થાય છે આ વાતો બરાબર છે. પરંતુ તે વિજ્ઞાનઘન એ ભૂતોનો જ ધર્મ છે, પુરુષનો (સ્વતંત્ર આત્માનો) આ ધર્મ નથી. કારણ કે “ગ્યો મૂખ્ય સમુત્થાય તાજેવીનવિનત' વિજ્ઞાનનો ઘન (એટલે કે જ્ઞાનનો સમૂહ) આ ભૂતોમાંથી જ ઉત્પન્ન થાય છે અને પછી ભૂતોમાં જ સમાપ્ત થઈ જાય છે એટલે કે પૃથિવી આદિ ભૂતોની સાથે જ આ જ્ઞાનનો અન્વય
વ્યતિરેક સંબંધ છે. જ્યારે જ્યારે સામે શેયસ્વરૂપે ભૂતો હોય છે ત્યારે ત્યારે જ જ્ઞાન થાય છે આ અન્વયવ્યાપ્તિ છે અને જ્યારે જ્યારે સામે આલંબનરૂપે ભૂતો હોતાં નથી ત્યારે ત્યારે જ્ઞાન ઉત્પન્ન થતું નથી આ વ્યતિરેકવ્યાપ્તિ છે તથા જે હોતે છતે જે થાય અને જે ન હોતે છતે જે ન થાય તે તેનો જ ધર્મ કહેવાય આ વાત તો ન્યાયયુક્ત છે. જેમ ચંદ્રમા અને ચાંદની.૧
જેમ ચંદ્રમાં હોય ત્યાં જ ચાંદની હોય છે અને ચંદ્ર જ્યાં નથી હોતો ત્યાં ચાંદની નથી હોતી. તેથી ચાંદની એ ચંદ્રમાનો જ ધર્મ છે તેવી જ રીતે જ્ઞાન એ ભૂતોની સાથે અન્વય-વ્યતિરેકને ધરાવે છે તેથી તે જ્ઞાન અવશ્ય ભૂતોનો જ ધર્મ છે.
ભગવાન શ્રી મહાવીરપ્રભુ કહે છે કે હે ઈન્દ્રભૂતિ ! ઉપર પ્રમાણે તમારી બુદ્ધિ હોય તો તે યુક્ત નથી એટલે કે બરાબર નથી. કારણ કે જ્ઞાન બે જાતનું હોય છે. વિષયના વિશેષધર્મને જાણનારું અને સામાન્યથી માત્ર જ્ઞાનધારારૂપે થનારું, “આ ઘટ નીલવર્ણવાળો છે, આ પટ પીતવર્ણવાળો છે” ઈત્યાદિ ઘટ-પટાદિ પદાર્થોના નીલ-પીતાદિ જે વિશેષ ધર્મો છે. તે વિશેષધર્મોનું જ્ઞાન વિશેષધર્મવિષયક હોવાથી વિશેષધર્મોવાળાં ભૂતો સામે હોય ત્યારે તેને જોઈને આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્યારે તે તે વિષયો શેયસ્વરૂપે સામે ન હોય ત્યારે તેવાં વિશેષજ્ઞાનો થતાં નથી. તેથી આવા પ્રકારનું નીલ-પીતાદિના વિષયવાળું જે
૧. ચંદ્ર અને ચાંદની આ ધર્મ-ધર્મી છે એમ ઈન્દ્રભૂતિ રજુઆત કરે છે. હકીકતથી અગ્નિ-ધૂમની જેમ
બને સાથે રહેનારાં દ્રવ્યો છે. ચાંદની પણ પુદ્ગલદ્રવ્ય છે, ધર્મ નથી. માત્ર આ બન્નેનો અવિનાભાવ સંબંધ છે.