________________
૧૫
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ “સ્થૂલ એવો દેવદત્ત દિવસે ખાતો નથી” આવા પ્રસંગમાં રાત્રિભોજન માન્યા વિના પ્રત્યક્ષ દેખાતું “યૂલત્વ” ન સંભવે. માટે અર્થપત્તિથી “રાત્રિભોજન” છે એમ સિદ્ધ થાય છે. તેવા પ્રકારનો કોઈ પણ ધર્મ સાક્ષાત્ જોયેલો કે સાંભળેલો નથી કે જે આત્માના અસ્તિત્વ વિના ન જ હોય. જો કોઈ અવિનાભાવવાળો તેવો ધર્મ હોય. તો તેના બળથી તે આત્માનું અસ્તિત્વ અવશ્ય અમે પણ માનત. પણ તેવા પ્રકારનો જીવ વિના ન જ સંભવે તેવો કોઈ ધર્મ જ દેખાતો નથી. આ રીતે અર્થપત્તિથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. આમ પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થપત્તિ ઈત્યાદિ સર્વપ્રમાણોના વિષયથી અસિદ્ધ જીવ છે. અર્થાત્ કોઈપણ પ્રમાણથી જીવનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી.
- જ્યારે વસ્તુના અસ્તિત્વને સાથે તેવાં પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોમાંનું કોઈપણ પ્રમાણ ન ઘટતું હોય ત્યારે વસ્તુના “નાસ્તિત્વ”ને સાધનારું છઠું “અભાવ” નામનું પ્રમાણ કહેવાય છે. એટલે કે કોઈપણ પ્રમાણથી “વસ્તુ છે” આમ સિદ્ધ થતું નથી. માટે માની લો કે તે વસ્તુ આ સંસારમાં નથી જ. આ છઠું અભાવ પ્રમાણ કહેવાય છે. તેવી રીતે આ આત્મા પણ ભાવસાધક પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોનો વિષય ન હોવાથી નિષેધના સાધક એવા અભાવનામના છઠ્ઠા પ્રમાણનો જ વિષય બને છે તેથી આ સંસારમાં આત્મા નથી જ. આવા પ્રકારની હે ઈન્દ્રભૂતિ ? તમારી બુદ્ધિ છે. (અહીં સુધી ઈન્દ્રભૂતિના મનમાં જે પ્રશ્ન હતો તે પ્રશ્ન પ્રગટ કરવા સ્વરૂપ પૂર્વપક્ષ ભગવાને કહ્યો. આ રીતે ઈન્દ્રભૂતિના મનમાં રહેલી આત્માની શંકા વ્યક્ત કરતો પૂર્વપક્ષ અહીં પૂરો થયો.) ll૧૫૫all
હવે તે પૂર્વપક્ષનો પ્રત્યુત્તર ભગવાન શ્રી મહાવીર પ્રભુ કહે છે. गोयम ! पच्चक्खो च्चिय जीवो, जं संसयाइविन्नाणं । पच्चक्खं च न सझं, जह सुह-दुक्खा सदेहम्मि ॥१५५४॥ (गौतम ! प्रत्यक्ष एव जीवो, यत् संशयादिविज्ञानम् । प्रत्यक्षं च न साध्यं, यथा सुखदुःखे स्वदेहे ॥)
ગાથાર્થ - હે ગૌતમ ! “આત્મા” પ્રત્યક્ષપ્રમાણથી જ સિદ્ધ છે. જે સંશયાદિવિજ્ઞાન તને થાય છે તે જ જીવ છે અને જે પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ હોય છે તે અનુમાનાદિથી સધાતું નથી. જેમ પોતાના શરીરમાં રહેલાં સુખ-દુઃખ પ્રત્યક્ષ છે. માટે તે અનુમાનાદિથી સાધ્ય નથી. /૧૫૫૪ll
વિવેચન - હે ગૌતમ ! “આત્મા” નામનો આ પદાર્થ તો તમને પણ પ્રત્યક્ષ છે,