________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૫૧૩
તો અમૂર્ત જ છે. પરંતુ કર્મ એ મૂર્ત છે અને તે નિમિત્તકારણ (અસમવાયિકારણ) છે. આ પ્રમાણે જગવ્યવસ્થા છે અને આમ માનવામાં કોઈ જ દોષ આવતો નથી. ૧૯૨૯
તે આ પ્રમાણે ઉપરોક્ત અર્થનો ઉપસંહાર કરતા પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ કેવલપુણ્ય લક્ષણવાળા પ્રથમ વિકલ્પને દૂષિત કરતાં કહે છે કે -
इय रूवित्ते सुह- दुक्खकारणत्ते य कम्मुणो सिद्धे । पुण्णावगरिसमेत्तेण दुक्खबहुलत्तणमजुत्तं ॥१९३०॥ (इति रूपित्वे सुखदुःखकारणत्वे च कर्मणः सिद्धे । पुण्यापकर्षमात्रेण दुःखबहुलत्वमयुक्तम् ॥ )
ગાથાર્થ - આ પ્રમાણે સુખ અને દુઃખના કારણભૂત એવું કર્મનું રૂપીપણું સિદ્ધ થયે છતે પુણ્યના અપકર્ષમાત્રથી દુઃખની બહુલતા માનવી તે અયુક્ત છે. ૧૯૩૦
વિવેચન - સંસારી જીવોમાં જે સુખ અને દુઃખ દેખાય છે તેનું કારણ શું ? આ પ્રશ્નના ઉત્તરમાં જુદા જુદા દર્શનકારોના જુદા જુદા મતો છે. જે ગાથા ૧૯૦૮માં પાંચ મતો જણાવવામાં આવ્યા છે તે પાંચ મતોમાંથી પાંચમા મતરૂપે રજુ કરાયેલા સ્વભાવવાદનું આ ખંડન ચાલી રહ્યું હતું. ઉપરોક્ત અનેક પ્રકારની યુક્તિઓ દ્વારા પાંચમા વિકલ્પરૂપે રહેલા સ્વભાવવાદનું ખંડન અહીં સમાપ્ત થાય છે. આ રીતે સુખનું કારણ પુણ્યકર્મ અને દુઃખનું કારણ પાપકર્મ છે. આમ પુણ્ય-પાપાત્મક એવું બે પ્રકારનું કર્મ જ સુખ-દુઃખનું કારણ છે અને તે કર્મ પૌદ્ગલિકદ્રવ્ય હોવાથી રૂપી છે, મૂર્ત છે. આમ “ચોથા પક્ષ’” ની સિદ્ધિ થયે છતે પહેલો-બીજો અને ત્રીજો એમ પ્રથમના ત્રણે પક્ષો પણ ખોટા છે. આમ સિદ્ધ થાય છે. ત્યાં પુણ્યથી સુખ અને પુણ્યની હાનિથી (પુણ્યના અપકર્ષથી) જ દુઃખની બહુલતા પ્રાપ્ત થાય છે આવું માનનારા પ્રથમ વિકલ્પમાં જે કંઈ પૂર્વે ગાથા ૧૯૦૯ માં કહેવામાં આવ્યું છે તે અયુક્ત જ છે એમ જાણવું. ૧૯૩૦
૧૯૦૯મી ગાથામાં કહેલું કેમ અયુક્ત છે ? તે સમજાવે છે कम्मप्पगरिसजणियं, तदवस्सं पगरिसाणुभूईओ । सोक्खप्पगरिसभूई, जह पुण्णप्पगरिसप्पभवा ॥१९३१॥ (कर्मप्रकर्षजनितं तदवश्यं प्रकर्षानुभूतेः । सौख्यप्रकर्षभूतिर्यथा पुण्यप्रकर्षप्रभवा ॥ )