________________
૫૧૪
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ ગાથાર્થ - જે વેદનાના પ્રકર્ષનો (દુઃખ બહુલતાનો) અનુભવ છે તે અવશ્ય પોતાને અનુરૂપ એવા કર્મના (પાપના) પ્રકર્ષથી જ ઉત્પન્ન થયેલો છે. કારણ કે પ્રકર્ષાત્મક અનુભવ હોવાથી, જેમ પુણ્યના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલો સુખના પ્રકર્ષનો અનુભવ છે તેમ આ સમજવું. 7/૧૯૩૧/l
વિવેચન - કોઈ પણ પ્રકારના કાર્યમાં જે પ્રકર્ષ (ઉત્કૃષ્ટતા) દેખાય છે. તે તેને અનુરૂપ (તેને અનુકુલ) એવા કારણના પ્રકર્ષથી જ જન્ય હોય છે. વિરૂપકારણથી જન્ય તે પ્રકર્ષ હોતો નથી. જેમકે ઘઉંના દાણા વાવ્યા હોય તો ઘઉંના દાણાનો જ પ્રકર્ષ થાય છે તથા મગના દાણાનો પ્રકર્ષ નીપજ્યાં હોય તો તેમાં તેને અનુરૂપ મગના દાણા જ કારણ બને છે. તેમ આ સંસારમાં જે દુઃખનો પ્રકર્ષ (ઘણી જ ઘણી વેદના-પીડા) દેખાય છે. તે તેને અનુરૂપ કારણભૂત એવા પાપના પ્રકર્ષથી જ જન્ય છે. પરંતુ વિરૂપ એવા પુણ્યના અપકર્ષથી જન્ય નથી. કારણ કે પુણ્ય એ દુઃખનું કારણ જ નથી, તેથી પુણ્યનો અપકર્ષ એ દુઃખાતિશયનું કારણ બનતો નથી. જેમ સુખના પ્રકર્ષનો અનુભવ તેને અનુરૂપ પુણ્યના પ્રકર્ષથી જન્ય છે. તેવી જ રીતે દુઃખના પ્રકર્ષનો અનુભવ પણ તેને અનુરૂપ એવા પાપના પ્રકર્ષથી જ જન્ય છે. દુઃખનું કારણ પાપ અને સુખનું કારણ પુણ્ય છે માટે. આ વાત ન્યાયશાસ્ત્રની નીતિ પ્રમાણે અનુમાનથી આ રીતે કહેવાય છે.
દુઃવીદુલ્ય (પક્ષ), સ્વાનુરૂપકર્મપ્રવર્ણનાતમ્ (સાધ્ય), પ્રવર્ષરૂપેળાનુભૂતિત્વત્ (હેતુ), યથા સુપ્રનુભૂતિઃ પુષપ્રર્વપ્રમવા ||
અતિશય દુઃખ એ તેને અનુરૂપ એવા (પાપ) કર્મના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલું છે. કારણ કે ઉત્કર્ષરૂપે તેનો અનુભવ થતો હોવાથી, જેમ સુખના પ્રકર્ષનો અનુભવ પુણ્યના પ્રકર્ષથી થાય છે તેમ આ દુઃખનો પ્રકર્ષ પણ તેને અનુસરનારા પાપકર્મના પ્રકર્ષથી જ ઉત્પન્ન થયેલો છે. માટે દુઃખનો પ્રકર્ષ તેને અનનુરૂપ એવા પુણ્યના અપકર્ષથી થયેલો નથી. તેથી પુણ્યના અપકર્ષથી દુઃખનો પ્રકર્ષ થાય છે આવા પ્રકારનો જે પહેલો પક્ષ છે તે અયુક્ત છે. ll૧૯૩૧
પ્રથમપક્ષના ખંડનમાં જ બીજી યુક્તિ કહે છે - तह बज्झसाहणप्पगरिसंगभावादिहण्णहा न तयं । विवरीयबज्झसाहणबलप्पगरिसं अवेक्खेजा ॥१९३२॥ (तथा बाह्यसाधनप्रकर्षाङ्गभावादिहान्यथा न तत् । વિપરીતવીદાસTધનવનપ્રશ્નઈમપેક્ષેત )