________________
૩૨
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
તથા દીપક-ચંદ્ર-સૂર્ય વગેરે પ્રકાશક વસ્તુઓના પ્રકાશ વડે પ્રકાશિત થયેલા ઘટપટ આદિ સઘળા પદાર્થો છદ્મસ્થને અંશથી જ પ્રત્યક્ષ થાય છે. તો પણ વ્યવહારથી આ પદાર્થો મને પ્રત્યક્ષ જણાય છે. આમ જ કહેવાય છે તેવી રીતે આત્મા પણ તેને અંશથી પ્રત્યક્ષ છે. તો પણ તે પ્રત્યક્ષ થયો કહેવાય છે. માટે પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે આમ કહેવાય છે.
| સર્વથા તો કેવલજ્ઞાનીના કેવલજ્ઞાન વડે જ વસ્તુ પ્રત્યક્ષરૂપે પ્રકાશિત થાય છે. કોઈથી હણાય નહીં એવાં એટલે કે “ગપ્રતિદત'' એવાં અનંતજ્ઞાન-દર્શન જેને પ્રગટ થયાં છે, જેઓ નિરાવરણ બન્યા છે. તેવા આત્માઓને જ આ આત્મા સર્વથા-પરિપૂર્ણ પ્રત્યક્ષ જણાય છે. મને અપ્રતિહત અનંતજ્ઞાન-દર્શન થયાં હોવાથી તમે કહ્યો નથી તો પણ તમારા હૃદયમાં રહેલો અતીન્દ્રિય એવો સંશય મેં જેમ જાણ્યો અને તમને કહ્યો તેની જેમ આત્મા પણ મને સંપૂર્ણપણે પ્રત્યક્ષ દેખાય છે. સારાંશ કે તમે છઘસ્થ છો, સાવરણ છો તેથી તમને આ આત્મા અંશમાત્રથી જ પ્રત્યક્ષ છે. સંપૂર્ણ પ્રત્યક્ષ નથી અને હું કેવલી છું. નિરાવરણ છું તેથી મને આ આત્મા સંપૂર્ણ પ્રત્યક્ષ છે. માટે મારા કહેવાથી પણ “આ આત્મા છે” એમ તમે સ્વીકારો. ll૧૫૬૩
ઉપરોક્ત ચર્ચાથી પોતાના શરીરમાં શરીરથી ભિન્ન એવો, “દં-મર્દ” ના અનુભવથી અંશથી પ્રત્યક્ષરૂપે જણાતો આત્મા છે એમ સમજાય છે. પરંતુ પરવ્યક્તિના શરીરમાં “આત્મા છે” એ કેવી રીતે સમજવું ? તે હવે સમજાવે છે -
एवं चिय परदेहे ऽणुमाणओ गिण्ह जीवमत्थित्ति । अणुवित्ति-निवित्तीओ, विन्नाणमयं सरूवे व्व ॥१५६४॥ ( एवमेव परदेहेऽनुमानतो गृहाण जीवमस्तीति ।
अनुवृत्ति-निवृत्तिभ्यां विज्ञानमयं स्वरूप इव ॥)
ગાથાર્થ - આ જ પ્રમાણે અનુમાનપ્રમાણથી પરના શરીરમાં પણ “આત્મા છે” એમ જીવતત્ત્વનો સ્વીકાર કરો. જેમ પોતાના શરીરમાં ઈષ્ટવિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વિષયથી નિવૃત્તિ થતી હોવાથી શરીરનો સંચાલક આત્મા છે. તેવી જ રીતે પરના શરીરમાં પણ ઈચ્છાનિષ્ટની પ્રવૃત્તિ-નિવૃત્તિ દેખાતી હોવાથી આત્મા છે. એમ તમે સ્વીકારો. ll૧૫૬૪ll
| વિવેચન - ગાથા ૧૫૫૪ થી ૧૫૬૩ એમ ૧૦ ગાથાઓમાં આત્મા પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે આ વાત સમજાવી. હવે ગાથા ૧૫૬૪ થી ૧૫૭૬ સુધીમાં આ આત્મા અનુમાન-પ્રમાણથી પણ ગ્રાહ્ય છે તે સમજાવે છે.