________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
હે ઈન્દ્રભૂતિ ! જેમ પોતાના દેહમાં આત્મા છે એમ સમજાય છે તેમ અનુમાનથી પરના દેહમાં પણ આત્મા છે એમ તમે સ્વીકારો. પરના દેહમાં પણ વિજ્ઞાનમય એટલે
ગણધરવાદ
કે જ્ઞાનાત્મક આત્મા છે એમ અનુમાનથી તમે સ્વીકારો. તે અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે. પરના શરીરમાં પણ જીવ છે. ઈષ્ટકાર્યમાં પ્રવૃત્તિ અને અનિષ્ટકાર્યમાં નિવૃત્તિ જણાતી હોવાથી. જેમ પોતાના શરીરમાં આત્મા જણાય છે તેમ અહીં જ્યાં જ્યાં ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ જણાતી હોય છે ત્યાં ત્યાં શરીર સાત્મક હોય છે એમ જાણવું જોઈએ. જેમકે પોતાનું શરીર. તેવી જ રીતે પરશરીરમાં પણ પ્રવૃત્તિ-નિવૃત્તિ જણાય જ છે. તેથી તે પરશરીર પણ સાત્મક છે. જો પરશરીરમાં આત્મા ન હોત તો ઘટ-પટ આદિ જડપદાર્થોની જેમ ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ ન હોત. આવા પ્રકારના અનુમાન પ્રમાણથી પરશરીરમાં પણ આત્મતત્ત્વની સિદ્ધિ થાય છે.
૩૩
જેમ વર્તમાનકાળમાં ચાર રસ્તા આદિ સ્થાનોમાં ગોઠવાયેલી લાલ-લીલી લાઈટોવાળા ક્ષેત્રની અંદર લાલ લાઈટ જોઈને ગાડીઓ ઉભી રહે છે અને લીલી લાઈટ જોઈને
ગાડીઓ ચાલે છે. તેથી અનુમાન કરાય છે કે આ ગાડીમાં સંચાલક કોઈ છે. તેવી જ રીતે સર્પ-સિંહ-વાઘ આદિ અનિષ્ટ પદાર્થોને જોઈને આ શરીર નિવૃત્તિ કરે છે અને સ્ત્રીભોજન-અલંકાર આદિ ઈષ્ટ પદાર્થોને જોઈને આ શરીર પ્રવૃત્તિ કરે છે. તેથી જણાય છે કે આ શરીરમાં સંચાલક એવું કોઈ તત્ત્વ છે, તે જ આત્મા છે. જો સંચાલક એવા આત્મતત્ત્વ વિના શરીર જ સ્વયં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરતું હોત તો મૃતકશરીર પણ તેવી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરત. પરંતુ તે મૃતકશરીર આવી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરતું નથી અને જીવંત શરીર ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે છે. માટે આ શરીરમાં સંચાલક કોઈક તત્ત્વ છે, એ જ આત્મા છે. ૧૫૬૪
આ વિષયમાં એક શંકા રજુ કરીને તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે जं च न लिंगेहिं समं, मन्नसि लिंगी जओ पुरा गहिओ । संगं ससेण व समं न लिंगओ तोऽणुमेओ सो ॥ १५६५ ॥ सोऽणेगंतो जम्हा, लिंगेहिं समं न दिट्ठपुव्वो वि । गहलिंगदरिसणाओ, गहो अणुमेओ सरीरम्मि ॥ १५६६ ॥ (यच्च न लिङ्गैः समं मन्यसे लिङ्गी यतः पुरा गृहीतः । शृङ्गं शशेन वा समं न लिङ्गतस्ततोऽनुमेयः सः ॥
-