________________
૩૯૪
છઠ્ઠા ગણધર - મંડિક
होउ व जइ कम्मकओ, न विरोहो नारगाइभेउव्व । भणह य भव्वाभव्वा सभावओ तेण संदेहो ॥१८२२ ॥
( भवतु यदि कर्मकृतो, न विरोधो नारकादिभेद इव । भणथ च भव्याभव्यान् स्वभावतस्तेन सन्देहः ॥ )
ગાથાર્થ - જો આ ભવ્યત્વ-અભવ્યત્વનો ભેદ નારકાદિના ભેદની જેમ કર્મકૃત છે એમ તમે કહો તો ભલે હો. તેમાં અમારો કંઈ વિરોધ નથી. પરંતુ તમે તે ભવ્યત્વઅભવ્યત્વને સ્વભાવથી કહો છો. તેથી સંદેહ થાય છે. ૧૮૨૨॥
ગણધરવાદ
વિવેચન - નારક-તિર્યંચ-મનુષ્ય-દેવાદિ ગતિભેદ, એકેન્દ્રિયાદિ જાતિભેદ, સુખી
6
દુઃખી, રાજા-રંક, રોગી-નિરોગી વગેરે ભાવો જેમ કર્મકૃત છે તેમ ભવ્યત્વ અને અભવ્યત્વ રૂપે જે આ ભેદ (વિશેષતા) છે. તે પણ કર્મકૃત છે. આમ જો તમે કહો તો તેમાં કંઈ જ વિરોધ નથી. (જો કે એમ માનવામાં પણ અભવ્યત્વ કર્મકૃત માનવાથી કર્મના ક્ષયથી અભવ્યત્વનો પણ ક્ષય થાય એમ માનવું જ પડે તેથી અભવ્ય જીવ પણ મોક્ષે જાય એવી આપત્તિ આવે. પરંતુ હાલ તે ચર્ચા કરતા નથી.) તેથી જો આ બન્ને ભાવોને કર્મકૃત માનો તો અમારો કોઈ વિરોધ નથી. પરંતુ મૈં ચૈતસ્તિ = આવું તમે માનતા નથી. કારણ કે ભવ્યત્વ-અભવ્યત્વ કર્મકૃત હોય એવું તમે કહેતા નથી. પણ તે બન્ને ભાવો “સ્વભાવકૃત” છે. અનાદિ કાલથી સ્વાભાવિકપણે જ છે એમ હે ભગવાન ! તમે કહો છો. તેથી અમને આ સંદેહ થયો છે કે “જીવત્વ બધા જીવોમાં સમાન હોવા છતાં પણ આવા પ્રકારનો સ્વભાવભેદ કેમ ? ||૧૮૨૨॥
પર એવા શિષ્ય (મંડિકબ્રાહ્મણ) વડે આવા પ્રકારનો પ્રશ્ન કરાયે છતે ભગવાન હવે તેનો ઉત્તર આપે છે -
दव्वाइत्ते तुल्ले, जीव-नहाणं सभावओ भेओ । जीवाजीवाइगओ जह, तह भव्वेयरविसेसो ॥१८२३ ॥
(द्रव्यादित्वे तुल्ये जीवनभसोः स्वभावतो भेदः । जीवाजीवादिगतो यथा, तथा भव्येतरविशेष: ॥ )
ગાથાર્થ - જેમ “જીવ અને આકાશમાં” દ્રવ્યત્યાદિ ધર્મોથી તુલ્યતા હોવા છતાં પણ જીવ-અજીવ આદિની અપેક્ષાએ ભેદ છે. તેમ ભવ્ય-અભવ્યમાં ભેદ જાણવો. ।।૧૮૨૩