________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૯૫
વિવેચન - હે મંડિક બ્રાહ્મણ ! આ સંસારમાં “જીવ અને આકાશ” આ બન્ને પદાર્થોમાં દ્રવ્યત્વ ધર્મ વડે, અસ્તિત્વ ધર્મ વડે, પ્રમેયત્વ ધર્મ વડે, શેયત્વ ધર્મ વડે અને વસ્તુત્વાદિ અનેક પ્રકારના “સામાન્ય ધર્મ વડે” સમાનતા છે. છતાં પણ એક જીવ છે, બીજો અજીવ છે. એક ચેતન છે, બીજો અચેતન છે. એક કર્મવાળો પદાર્થ છે, બીજો કર્મરહિત પદાર્થ છે. એક શરીરધારી હોવાથી મૂર્તરૂપી) છે અને બીજો અમૂર્ત (અરૂપી) છે. આ રીતે જીવ અને આકાશ આ બન્ને પદાર્થો સામાન્ય ધર્મોથી જેમ સમાન છે છતાં પોતપોતાનામાં જ વ્યાપ્ત એવા વિશેષ ધર્મોથી ભિન્ન ભિન્ન પણ છે. તેવી જ રીતે ભવ્ય અને અભવ્ય એમ સર્વે જીવો “જીવત્વ” નામના સામાન્ય ધર્મ વડે સમાન પણ છે તથા સ્વાભાવિક એવા ભવ્યત્વ અને અભવ્યત્વ નામના વિશેષ ધર્મ વડે ભિન્ન ભિન્ન પણ અવશ્ય છે. ચૈત્ર અને મૈત્ર જેમ માનવપણે સમાન છતાં તત્તભ્રકૃતિગત સ્વભાવો વડે ભિન્ન ભિન્ન પણ છે. મનુષ્ય અને પશુ પંચેન્દ્રિયપણે સમાન છતાં માનવતા અને પશુતાના સ્વભાવ વડે ભિન્ન ભિન્ન છે તેમ સર્વત્ર સમજવું.
સર્વે પણ પદાર્થો સામાન્ય ધર્મથી સમાન અને વિશેષ ધર્મોથી ભિન્ન ભિન્ન હોય છે. આમ સર્વત્ર સમાનતા અને અસમાનતા (વિશેષતા) સાથે જ હોય છે. કોઈ એક પણ પદાર્થ એવો નથી કે જેમાં સામાન્ય અને વિશેષ એમ ઉભયધર્મ ન હોય. તેથી સર્વત્ર સમાનતા અને અસમાનતા એમ બને છે જ. આ બન્ને ભાવો ન હોય. આવો કોઈ પદાર્થ નથી. II૧૮૨૭l.
ઉપરોક્ત વાતમાં સર્વે પણ ભવ્ય જીવોમાં જીવત્વ જેમ સ્વાભાવિક છે. માટે નિત્ય છે. તેમ ભવ્યત્વ પણ સ્વાભાવિક જ થવાથી નિત્ય જ થશે. ક્યારેય જશે નહીં અને જો ભવ્યતા દૂર ન થાય તો આ જીવની મુક્તિ સંભવે નહીં આવો શિષ્ય (અંડિકબ્રાહ્મણ) પ્રશ્ન કરે છે -
एवं पि भव्वभावो, जीवत्तं पिव सभावजाईओ । पावइ निच्चो तम्मि य, तदवत्थे नत्थि निव्वाणं ॥१८२४॥ (एवमपि भव्यभावो, जीवत्वमिव स्वभावजातीयः । प्राप्नोति नित्यस्तस्मिंश्च, तदवस्थे नास्ति निर्वाणम् ॥)
ગાથાર્થ - આમ માનશો તો પણ ભવ્યભાવ (ભવ્યત્વ) જીવત્વધર્મની જેમ સ્વભાવ જાતિવાળો બનશે. તેથી નિત્ય થશે અને તે ભવ્યત્વ નિત્ય રહેતે છતે જીવનું નિર્વાણ ઘટશે નહીં. /૧૮૨૪ll