________________
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
વિવેચન - ઉપરની ૧૮૨૩ મી ગાથામાં સમજાવ્યું તેમ જો ભવ્યત્વ અને અભવ્યત્વ આ બન્ને ધર્મો જીવત્વ ધર્મની જેમ સ્વભાવકૃત (સ્વાભાવિક) છે. આમ માનશો તો તે ધર્મો સ્વાભાવિક હોવાથી નિત્ય-અવિનાશી-ક્યારેય પણ નાશ નહી પામનારા થશે. જેમ જીવોમાં રહેલું જીવત્વ એ સ્વાભાવિક હોવાથી ક્યારેય પણ નાશ પામતું નથી. સદાકાળ જીવની સાથે જીવત્વધર્મ ધ્રુવ જ રહે છે તેમ ભવ્યત્વ પણ જો સ્વભાવકૃત જ છે. એટલે
કે સ્વાભાવિક જ છે. તો તે ભવ્યત્વ ક્યારેય પણ જીવમાંથી નાશ પામશે નહીં. સદા જીવની સાથે જ રહેશે. તેથી જીવનું ક્યારેય પણ નિર્વાણ ઘટશે નહીં.
આ રીતે જીવત્વની જેમ ભવ્યજીવોમાં રહેલું ભવ્યત્વ સદા વિદ્યમાન રહેતે છતે આ જીવનું ક્યારેય પણ નિર્વાણ થશે જ નહીં. કારણ કે “ભવ્યત્વ એટલે મોક્ષે જવાની યોગ્યતા” આ યોગ્યતા ત્યાં સુધી જ કહેવાય છે કે જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થઈ ન હોય. જ્યારે મોક્ષ પ્રાપ્ત જ થઈ જાય છે ત્યારે યોગ્યતા અયોગ્યતા રહેતી જ નથી. તેથી જ શાસ્ત્રોમાં “સિદ્ધો ન મળ્યો નાઘ્યમવ્ય:'' સિદ્ધ ભગવાન નથી ભવ્ય કે નથી અભવ્ય, આવું વચન કહેલું છે. માટે ભવ્યત્વને સ્વાભાવિક માનવાથી તે ભવ્યત્વ નિત્ય ઠરશે અને તે ભવ્ય નિત્ય થવાથી મુક્તિ સંભવશે નહીં. ૧૮૨૪॥
ઉપરના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન કહે છે કે ‘‘જૈવમ્’’ આવો પ્રશ્ન કરવો નહીં.
કારણ કે
૩૯૬
-
जइ घडपूव्वाभावोऽणाइसहावो वि सनिहणो एवं ।
जइ भव्वत्ताभावो, भवेज्ज किरियाए को दोसो ? ॥१८२५ ॥
(यथा घटपूर्वाभावोऽनादिस्वभावोऽपि सनिधन एवम् ।
यदि भव्यत्वाभावो भवेत् क्रियया को दोष: ? ॥ )
ગાથાર્થ - જેમ ઘટનો પ્રાગભાવ અનાદિકાલીનના સ્વભાવવાળો હોવા છતાં પણ “સનિધન = સાન્ત” તેવી જ રીતે ધર્મક્રિયા દ્વારા ભવ્યત્વનો અભાવ થાય તો તેમાં શું દોષ ? ૧૮૨૫
વિવેચન - જે માટીમાંથી ઘટ બનાવવાનો છે, પણ બનાવ્યો નથી. તે માટીમાં ઘટનો પ્રાગભાવ વર્તે છે અને તે પ્રાગભાવ અનાદિકાલથી છે છતાં જ્યારે ઘટ બનાવાય છે ત્યારે તે પ્રાગભાગ જેમ “સનિધન” છે. અર્થાત્ તે પ્રાગભાવ નાશ પામે છે. આમ ઘટનો પ્રાગભાવ “અનાદિ-સાન્ત” છે. તેમ જીવમાં રહેલા “ભવ્યત્વ” નામના સ્વભાવનો