________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૩૩
એટલે ધર્મનો અભાવ એટલું જ માત્ર નહીં. પરંતુ ધર્મથી વિરુદ્ધ એવા “પાપવાળાપણું. પાપી માણસને અધમ કહેવાય છે. એવી જ રીતે “અપંડિત” એટલે પંડિતજીનું ન હોવું એટલું જ માત્ર નહીં પણ ન ભણેલા એવા અભણ માણસનું હોવું. આમ સરખે સરખી ઈતર વસ્તુનું વિધાન કરે છે. તેમ અહીં પણ “અલોક” શબ્દથી લોકનો માત્ર અભાવ તે જ અલોક, એમ નહીં. પણ લોકાકાશથી ઈતર એવા “આકાશનું હોવું” તે અલોકાકાશ જાણવો.
આમ હોવાથી લોકાકાશને પરિચ્છેદ કરનારા એટલે કે લોકાકાશને અલોકાકાશથી છુટા પાડનારા અર્થાત લોકાકાશની સીમાને ધારણ કરનારા એવા કોઈક પદાર્થ હોવા જોઈએ અને તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે પદાર્થો લોકાકાશવ્યાપી છે. જે જીવ અને પદગલોને ગતિમાં અને સ્થિતિમાં અપેક્ષાકારણભૂત પદાર્થો છે. આ રીતે “અલોકાકાશ” નામનો પણ પદાર્થ છે. શૂન્યાત્મક નથી. તેથી અલોકાકાશ હોવાથી લોકના પરિચ્છેદને (વિભાગને) કરનારા ધર્મ અને અધર્મ દ્રવ્યો અવશ્ય છે જ.
કથા = જો આમ ન સમજીએ તો લોક-અલોકમાં વર્તતું સમસ્ત આકાશ એક હોવા છતાં, સમાન હોવા છતાં, આ લોક છે અને આ અલોક છે આવો ભેદ કોના વડે કરાયો? તેથી આપણે સમજવું જોઈએ અને સ્વીકારવું જોઈએ કે જે ક્ષેત્રમાં (ચૌદ રાજના પ્રમાણવાળા ક્ષેત્રમાં) ધર્મ-અધર્મ દ્રવ્યો વર્તે છે તે આકાશને લોકાકાશ કહેવાય છે અને શેષ આકાશને અલોકાકાશ કહેવાય છે. જેમ ૨૦૦૦ મીટરનો એક પ્લોટ હોય, તેમાં ૪00 મીટરની ભૂમિમાં બંગલો બનાવ્યો. ત્યાં આકાશપણે ૨૦૦૦ મીટરની ભૂમિ સમાન હોવા છતાં પણ બાંધેલા મકાનપણે ૪૦૦ મીટર અને ખુલ્લી ભૂમિપણે ૧૬૦૦ મીટર એમ વ્યવસ્થામાત્રકૃત ભેદ હોય છે. તેવી રીતે લોક અને અલોકની વ્યવસ્થાને કરનારા ધર્મ-અધર્મ દ્રવ્યો છે. ૧૮૫રાં
लोगविभागाभावे, पडिघायाभावओ अणवत्थाओ । संववहाराभावो, संबंधाभावओ होज्जा ॥१८५३॥ (નોવિભાવે, પ્રતિપાતામાવતોડનવસ્થતઃ | संव्यवहाराभावः, सम्बन्धाभावतो भवेत् ॥)
ગાથાર્થ - લોકાકાશ (અને અલોકાકાશ) નો વિભાગ જો ન માનીએ તો પ્રતિઘાતનો અભાવ થવાથી ક્યાંય અવસ્થાન ન થવાથી સમ્યવ્યવહારનો અભાવ થશે અને પરસ્પર સંબંધનો પણ અભાવ થશે. ll૧૮૫૩/l
વિવેચન - જો ધર્મ-અધર્મ આ બે દ્રવ્યો, અને તેના દ્વારા થતો લોક અને અલોકનો