SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ અગિયારમાં ગણધર - પ્રભાસ ગણધરવાદ ત્યારે માવજીવ એટલે કે સર્વકાલે કરવો જોઈએ. તથા વૈતન્ શબ્દમાં લખેલા વ શબ્દથી મુમુક્ષુ જીવોએ મોક્ષના હેતુભૂત અનુષ્ઠાન પણ કરવું જોઈએ. આવા પ્રકારનો તે વાક્યનો અર્થ છે. આ પ્રમાણે વેદમાં કહેલાં વાક્યો દ્વારા તથા યુક્તિઓ દ્વારા મોક્ષની સિદ્ધિ કરી. તેથી પ્રભાસજીનો સંશય પણ છેદાયો. ll૨૦૨૨-૨૦૨૩ સંશય છેદયા પછી પ્રભાસજીએ શું કર્યું? તે કહે છે - छिन्नम्मि संसयम्मि, जिणेण जर-मरण-विप्पमुक्केणं । सो समणो पव्वइओ, तिहिओ सह खंडियसएहिं ॥२०२४॥ (છિને સંયે , નર-મર-વિપ્રમુવલ્તન . સ: શ્રમUT: પ્રવ્રગિન્નિમસ્તુ સદ વિશૌ: ). ગાથાર્થ – જરા અને મરણથી મુકાયેલા એવા જિનેશ્વરપ્રભુ વડે પ્રભાસગણધરનો સંશય છેદાયે છતે તે શ્રમણે પોતાના ત્રણસો શિષ્ય સાથે પ્રભુ પાસે પ્રવ્રયા સ્વીકારી. //ર૦૨૪ll. વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે શ્રી પ્રભાસજીનો મોક્ષ સંબંધી સંદેહ દૂર કરાયો. મોક્ષ છે, મોક્ષમાં જીવનું અસ્તિત્વ છે અને ત્યાં રહેલા જીવો પોતાના ગુણોના સુખોથી અનંત સુખવાળા છે. આ વાત યુક્તિપૂર્વક સિદ્ધ કરવામાં આવી. વસ્તુસ્થિતિ સમજાતાં પૂર્વના દશ ગણધરોની જેમ પ્રભાસજીએ વાસ્તવિક વાત સ્વીકારી લીધી. પરમાત્માને ભાવથી સર્વજ્ઞ પ્રભુ તરીકે સ્વીકાર્યા અને પોતાના ત્રણસો શિષ્યો સાથે પરમાત્માએ બતાવેલ વીતરાગપ્રણીત પ્રવ્રજ્યા સ્વીકારી. અગિયારમા ગણધર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ૨૦૨૪. અગિયારમા ગણધર શ્રી પ્રભાસજીનો વાદ સમાપ્ત થયો. આ સાથે અગિયાર ગણધરના વાદ સમાપ્ત. (સમાપ્તોડ્યું પાથરવી) Printed & Composed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad-380 001 Guj (ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email : bharatgraphics1@gmail.com
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy