________________
૩૩૮ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ જ્ઞાનીઓને માન્ય છે. (આ પ્રમાણે શ્રી તીર્થકર અને ગણધરભગવંતોએ શાસ્ત્રોમાં કહ્યું છે. આ વચન ગ્રંથકારશ્રીનું અને ટીકાકારશ્રીનું છે.)
પરંતુ વિહારાદિકાલે અથવા આહાર-નિહારાદિની પ્રવૃત્તિના કાલે જે મુનિમહાત્માઓ ઘણી જ જયણાપૂર્વક પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમજ જીવરક્ષાના પરિણામવાળા હોવા છતાં અનુપયોગદશાથી અથવા અશક્યપરિહાર આદિના કારણે કોઈ કોઈ વખત જીવઘાત થઈ જાય. તો પણ તે જીવઘાત તેઓના અશુભ પરિણામનું નિમિત્ત બનતો નથી. હિંસાનો ઉત્તેજક બનતો નથી. તથા અશુભ પરિણામથી તે હિંસા થઈ નથી. તેથી તે દ્રવ્યહિંસા આવા મુનિને હિંસાની કોટિમાં ગણાતી નથી. હિંસા થઈ જવા છતાં શુભપરિણામવાળા મુનિ હોવાથી અહિંસક ગણાય છે. સંયમનો ઘાત ગણાતો નથી. માત્ર જે દ્રવ્યહિંસા થઈ છે. તેનાથી અતિચાર લાગે છે, તેનું પ્રાયશ્ચિત અને આલોચના કરવાથી શુદ્ધિ થઈ શકે છે. I/૧૭૬૭ll.
ઉપર સમજાવેલી વાત જ વધારે દૃઢ કરતાં પરમાત્માશ્રી મહાવીર પ્રભુજી વ્યક્તપંડિતજીને કહે છે -
सद्दादओ रइफला, न वीयमोहस्स भावसुद्धीओ । जह, तह जीवाबाहो न सुद्धमणसो वि हिंसाए ॥१७६८॥ (शब्दादयो रतिफला, न वीतमोहस्य भावशुद्धेः । यथा, तथा जीवाबाधो न शुद्धमनसोऽपि हिंसायै ॥)
ગાથાર્થ - જેમ વીતરાગપરમાત્માને ભાવશુદ્ધિ હોવાથી શ્રોત્રાદિ પાંચે ઈન્દ્રિયોના શબ્દાદિ પાંચ વિષયો રતિફળવાળા (મોહજનક) બનતા નથી. તેવી જ રીતે શુદ્ધ મનવાળાને થઈ જતો જીવઘાત પણ હિંસાની કોટિમાં ગણાતો નથી. /૧૭૬૮
વિવેચન - જે આત્માઓમાંથી રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ સમસ્ત દોષો ચાલ્યા ગયા છે તેવા મહાત્મા પુરુષો લોકોના શબ્દો સાંભળે, રૂપો દેખે. આમ પાંચે ઈન્દ્રિયો વિદ્યમાન હોવાથી શબ્દાદિ પાંચ વિષયોનો વ્યવહાર કરે તો પણ ભાવનાની શુદ્ધિવાળા હોવાથી એટલે કે પરમ પવિત્ર મન વાળા હોવાથી આ વિષયો તેઓને રતિફલા (મોહ ઉત્પન્ન કરનારા, વિકારો પેદા કરનારા અર્થાત્ અશુભ પરિણામના હેતુ) બનતા નથી.
તથા સામાન્યથી સર્વે જીવોને પોતપોતાની માતા રૂપવાળી હોય તો પણ તેના પ્રત્યે પૂજ્યભાવ, વડીલપણાનો ભાવ, અને ઉપકારીપણાનો ભાવ હોવાથી શુદ્ધ મન છે. તેથી