________________
૨૩)
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ ફૂલ-ફળ વગેરે ભૌતિક પદાર્થો દેખાડે છે અને જોનારા લોકો દેખે છે. આ બન્ને ઉદાહરણોથી સમજાય છે કે જે વસ્તુ જગતમાં વાસ્તવિકપણે હોતી નથી. તે પણ સ્વપ્નમાં અને ઈન્દ્રજાલની રચનામાં દેખાય છે. તેની જેમ આ પાંચે ભૂતો પણ આવાં જ છે કે જે વાસ્તવિક સ્વરૂપે છે નહીં. પરંતુ સ્વપ્નની જેમ અને ઈન્દ્રજાલની જેમ દેખાય છે. માટે આ ભૂતો નથી જ, એમ તમે મનમાં માનો છો.
વળી વિચાર કરતાં પણ આ ભૂતો હોય એવું દેખાતું નથી. યુક્તિથી પણ ભૂતોનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. તથા પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશ આમ મૂલભૂત પાંચ ભૂતાત્મક તત્ત્વ જ આ સંસારમાં જો ન સંભવતું હોય તો જીવ-અજીવ-પુણ્ય-પાપ વગેરે સૂક્ષ્મતત્ત્વોની વાત તો કરવી જ શું ? તે તો હોઈ જ ન શકે. આ પ્રમાણે તમે મનમાં વિચારો છો. કારણ કે આ જીવ-અજીવાદિ તત્ત્વો તો પાંચ ભૂતોના જ વિશેષાત્મક = ઉત્તરભેદ સ્વરૂપ છે. જો મૂલતત્ત્વ ન હોય તો ઉત્તરતત્ત્વ તો હોય જ ક્યાંથી ? આવી તમારા મનની વિચારધારા છે.
ઉપર પ્રમાણે પાંચ ભૂતાત્મક મૂલતત્ત્વ અને જીવ-અજીવ વગેરે સ્વરૂપ ઉત્તરતત્ત્વ એમ સર્વ તત્ત્વનો અભાવ જ છે. તેથી આ સંસાર વાસ્તવિકપણે સર્વથા શન્યતા સ્વરૂપ જ છે. આમ સર્વથા શૂન્યતા જ છે. આવી શંકાવાળા તમે આખા આ લોકમાત્રને સ્વપ્નતુલ્ય-માયાતુલ્ય અથવા ઈન્દ્રજાલતુલ્ય અસત્ જ છે, કંઈ છે જ નહીં. જે કંઈ દેખાય છે તે સઘળું ય મિથ્યા છે, આવું તમે માનો છો. આવી દઢ માન્યતાની પાછળ વ્યક્તપંડિતના હૃદયમાં રહેલી યુક્તિ-પ્રયુક્તિને, વ્યક્તપંડિતને પૂછ્યા વિના જ ભગવાન ખુલ્લી કરતાં હવે જણાવે છે. ll૧૬૯૦-૧૬૯૧//
जह किर न सओ परओ, नोभयओ नावि अन्नओ सिद्धी । भावाणमवेक्खाओ, वियत्त ! जह दीह-हस्साणं ॥१६९२॥ (यथा किल न स्वतः, परतो नोभयतो नाप्यन्यतः सिद्धिः । માવાનામપેક્ષાતો એવા ! યથા તીર્ઘ-સ્વયો)
ગાથાર્થ - સંસારમાં રહેલા ભાવોની સિદ્ધિ સ્વતઃ પણ નથી, પરતઃ પણ નથી, ઉભયથી પણ નથી અને અન્યથી (એટલે કે અનુભયથી) પણ નથી. માટે જેમ અપેક્ષા માત્રથી હ્રસ્વ-દીર્થ કહેવાય છે તેમ અપેક્ષામાત્રથી જ જગત કહેવાય છે. પરમાર્થથી તો સર્વથા શૂન્યતા જ છે. l/૧૬૯૨/